શોધખોળ કરો
Advertisement
Signal Appનું ‘સિગ્નલ’ થયું ડાઉન, વિશ્વભરમાં યૂઝર્સને પડી રહી છે મુશ્કેલી
Signal એપ ડાઉન થયા બાદ રાત્રે અંદાજે 12 કલાકે Signal એપના સીઈઓ Aruna Harderએ પુષ્ટી કરી કે સિગ્નલ એપ પર ભારે ટ્રાફિક થઈ ગયો છે, જેના કારણે સિગ્નલ એપ ટેમ્પરરી ડાઉન થઈ ગઈ છે.
WhatsAppની પ્રાઇવેસી પોલિસી વિવાદની વચ્ચે ચર્ચાઓમાં આવેલ મેસેજિંગ એપ Signal વિશ્વભરમાં ડાઉન થઈ ગઈ છે. એપમાં યૂઝર્સને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. યૂઝર્સની ફરિયાદ છે કે તે એ દ્વારા મેસેજ નથી કરી શકતા. મોબાઈલ અને ડેસ્કટોપ બન્ને એપ પર આ મુશ્કેલી આવી રહી છે. સિગ્નલે પણ આ વાતની પુષ્ટિ કરી છે. ટ્વિટર પર સિગ્નલને લખ્યું કે તેને ટેક્નીકલી મુશ્કલીઓનો સામનો કરવો પડી રહ્યો છે અને ઝડપથી તેનું સમાધાન કરી લેવામાં આવશે.
ટેમ્પરરી ડાઉન થયું Signal
Signal એપ ડાઉન થયા બાદ રાત્રે અંદાજે 12 કલાકે Signal એપના સીઈઓ Aruna Harderએ પુષ્ટી કરી કે સિગ્નલ એપ પર ભારે ટ્રાફિક થઈ ગયો છે, જેના કારણે સિગ્નલ એપ ટેમ્પરરી ડાઉન થઈ ગઈ છે. તેમણે કહ્યું કે, અમે આ સમસ્યાને ઠીક કરવા માટે ઝડપથી કામ કરી રહ્યા છે અને ટૂંકમાં જ સમસ્યા દૂર કરવામાં આવશે. હાર્ડરે કહ્યું કે, અમારા તરફથી નવા સર્વર જોડવામાં આવી રહ્યા છે અને અમે તના પર ઝડપથી કામ કરી રહ્યા છીએ. અનેક જગ્યાએ આ સમસ્યા દૂર કરવામાં આવી છે. કહેવાય છે કે, નવા યૂઝર્સની સંખ્યા વધવાને કારણે એપ ડાઉન થઈ ગઈ છે.
ખૂબ ડાઉનલ થઈ રહી છે Signal App
વોટ્સઅપની પ્રાઇવેસી પોલિસી વિવાદની વચ્ચે ચર્ચામાં આવેલ સિગ્નલ એપની લોકપ્રિયતા વધી રહી છે. સિગ્લન એપનો કુલ ગ્રોથ 30 ટકા છે, જેમાંથી 16 ટકા હિસ્સેદારી માત્ર ભારતમાં જ છે. યૂજર્સ તેને વોટ્સઅપના રિપ્લેસમેન્ટ તરીકે જોઈ રહ્યા છે. ભારતમાં 1 જાન્યુઆરી 2021થી 7 જાન્યુઆરી 2021 સુધી ડાઉનલોડમાં 79 ટકાનો ઉછાળો આવ્યો છે. સેન્સર ટાવરના રિપોર્ટ અનુસાર છ જાન્યુઆરી 2021થી 10 જાન્યુઆરી 2021 સુધી સિગ્નલ એપને વિતેલા સપ્તાહની સામે આ સપ્તાહે વિશ્વભરમાં અંદાજે 75 લાખ વખત ડાઉનલોડ કરવામાં આવી જે 4200 ટકાનો વધારે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion