શોધખોળ કરો

WhatsApp લાવ્યું નવું સિક્યુરિટી ફીચર: જો તમને કોઈનું Status પસંદ નથી તો કરી શકો છો રિપોર્ટ

ઈન્સ્ટન્ટ મેસેજિંગ એપ WhatsApp યુઝર્સને નવા નવા ફીચર્સ આપવા માટે સતત ઘણા ફેરફારો કરી રહ્યું છે. હવે, વોટ્સએપ વધુ એક નવું સિક્યોરિટી ફીચર બહાર પાડવાનું છે. આ ફીચરની મદદથી યુઝર્સને સ્ટેટસ અપડેટની જાણ કરવાની મંજૂરી આપવામાં આવશે. વાસ્તવમાં, આ ફીચર ફેસબુક અને ઇન્સ્ટાગ્રામની જેમ કન્ટેન્ટ માટે લાવવામાં આવી રહ્યું છે. એટલે કે, જો કોઈ યુઝર સોશિયલ મીડિયાની શરતોનું ઉલ્લંઘન કરે છે અથવા અશ્લીલ સ્ટેટસ પોસ્ટ કરે છે, તો તે એકાઉન્ટ અને સ્ટેટસની જાણ કરી શકાય છે. જણાવી દઈએ કે WhatsAppએ હાલમાં જ Delete for Me વિકલ્પ માટે UNDO ફીચર બહાર પાડ્યું છે.

હવે સ્ટેટ્સને  કરી શકાશે રિપોર્ટ 

માહિતી અનુસાર, WhatsAppના નવા ફીચરથી યુઝર સ્ટેટસ સેક્શનના મેનૂમાં સ્ટેટસ અપડેટની જાણ કરી શકશે. એટલે કે, જો વપરાશકર્તાઓ કોઈ શંકાસ્પદ સ્ટેટસ અપડેટ જોશે જે મેસેજિંગ એપની શરતોનું ઉલ્લંઘન કરી રહ્યું છે, કોઈપણ ભડકાઉ અથવા અશ્લીલ સામગ્રી પોસ્ટ કરી રહ્યું છે, તો તેઓ WhatsAppની મધ્યસ્થ ટીમને તેની જાણ કરી શકશે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે સ્ટેટસ અપડેટની જાણ કરવાની ક્ષમતાની હાલમાં ચકાસણી કરવામાં આવી રહી છે. ટૂંક સમયમાં તેને WhatsApp ડેસ્કટોપ માટે રિલીઝ કરવામાં આવી શકે છે.

Delete for Me ફિચર પણ બહાર પડ્યું

WhatsAppએ હાલમાં જ Delete for Me ફિચર બહાર પાડ્યું છે.  આ ફીચરની મદદથી અકસ્માતે ડીલીટ થયેલા મેસેજ પણ પાછા લાવી શકાય છે. ખરેખર, આ ફીચર Delete for Me વિકલ્પના અપડેટ દરમિયાન લાવવામાં આવ્યું છે. એટલે કે હવે યુઝર્સ ભૂલથી Delete for Me ઓપ્શન પર ટેપ કર્યા પછી પણ ડીલીટ થયેલા મેસેજને પાછા લાવી શકશે. વોટ્સએપના આ ફીચરનો સૌથી મોટો ફાયદો એ છે કે ઘણી વખત આપણે ગ્રુપમાંથી મેસેજને ઉતાવળમાં ડિલીટ કરવા માટે Delete for Everyone ને બદલે Delete for Me ઓપ્શન પર ટેપ કરીએ છીએ.

 WhatsAppએ કેમ મુક્યો લાખો ભારતીય એકાઉન્ટ પર પ્રતિબંધ ?

ઇન્સ્ટન્ટ મેસેજિંગ પ્લેટફોર્મ વોટ્સએપે નવેમ્બર મહિનામાં લાખો ભારતીય એકાઉન્ટ પર પ્રતિબંધ મૂક્યો હતો. મેસેજિંગ પ્લેટફોર્મનો તાજેતરનો રિપોર્ટ દર્શાવે છે કે વોટ્સએપે 1 નવેમ્બરથી 30 નવેમ્બર સુધી 37 લાખથી વધુ એકાઉન્ટ પર પ્રતિબંધ મૂક્યો છે. વોટ્સએપે ઓક્ટોબર મહિનામાં પણ લાખો એકાઉન્ટ્સ પર સમાન પ્રતિબંધ લાગુ કર્યો હતો, પરંતુ તે સમયે એકાઉન્ટ્સની સંખ્યા વર્તમાન સંખ્યા કરતા 2 લાખ ઓછી હતી. રિપોર્ટમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે 37 લાખથી વધુ એકાઉન્ટ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. તેમાંથી 9 લાખ 90 હજાર એકાઉન્ટ એવા છે, જેને કોઈ પણ યુઝર દ્વારા જાણ કરતા પહેલા જ પ્રતિબંધિત કરી દેવામાં આવ્યા હતા.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

21 જાન્યુઆરીથી અમેરિકાના દરવાજા બંધ? ટ્રમ્પે 75 દેશો પર પ્રતિબંધ લગાવતા ખળભળાટ, લિસ્ટમાં ભારનું નામ છે કે નહીં ?

IND vs NZ: ન્યૂઝીલેન્ડ સામે હાર માટે કોણ જવાબદાર? કેપ્ટન શુભમન ગિલે ગણાવ્યા આ 3 મોટા કારણો

IND vs NZ: રાજકોટમાં ભારત 'સુપર ફ્લોપ', મિશેલની સદીથી ન્યુઝીલેન્ડની 7 વિકેટથી શાનદાર જીત

હવે 10 મિનિટમાં ડિલિવરી ભૂલી જાવ! સરકારની લાલ આંખ બાદ બ્લિંકિટ પછી ઝેપ્ટો-સ્વિગીનો મોટો નિર્ણય

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રાજનીતિની લપેટ
Mansukh Vasava : ભાજપનો પતંગ કાયમ આકાશમાં ચગતો રહેશે
Amit Shah : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદમાં કાર્યકરો સાથે કરી ઉત્તરાયણની ઉજવણી
Uttarayan 2026 : અમિત શાહ, ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવીએ કેવી રીતે કરી ઉત્તરાયણની ઉજવણી?
Morbi Police : નામ વગરના ગોડાઉનમાંથી કરોડોનો દારૂ ઝડપાયો, 3 આરોપીની ધરપકડ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
21 જાન્યુઆરીથી અમેરિકાના દરવાજા બંધ? ટ્રમ્પે 75 દેશો પર પ્રતિબંધ લગાવતા ખળભળાટ, લિસ્ટમાં ભારનું નામ છે કે નહીં ?
21 જાન્યુઆરીથી અમેરિકાના દરવાજા બંધ? ટ્રમ્પે 75 દેશો પર પ્રતિબંધ લગાવતા ખળભળાટ, લિસ્ટમાં ભારનું નામ છે કે નહીં ?
IND vs NZ: ન્યૂઝીલેન્ડ સામે હાર માટે કોણ જવાબદાર? કેપ્ટન શુભમન ગિલે ગણાવ્યા આ 3 મોટા કારણો
IND vs NZ: ન્યૂઝીલેન્ડ સામે હાર માટે કોણ જવાબદાર? કેપ્ટન શુભમન ગિલે ગણાવ્યા આ 3 મોટા કારણો
IND vs NZ: રાજકોટમાં ભારત 'સુપર ફ્લોપ', મિશેલની સદીથી ન્યુઝીલેન્ડની 7 વિકેટથી શાનદાર જીત
IND vs NZ: રાજકોટમાં ભારત 'સુપર ફ્લોપ', મિશેલની સદીથી ન્યુઝીલેન્ડની 7 વિકેટથી શાનદાર જીત
હવે 10 મિનિટમાં ડિલિવરી ભૂલી જાવ! સરકારની લાલ આંખ બાદ બ્લિંકિટ પછી ઝેપ્ટો-સ્વિગીનો મોટો નિર્ણય
હવે 10 મિનિટમાં ડિલિવરી ભૂલી જાવ! સરકારની લાલ આંખ બાદ બ્લિંકિટ પછી ઝેપ્ટો-સ્વિગીનો મોટો નિર્ણય
Patan: ધારાસભ્ય કિરીટ પટેલે કહ્યું- 'લંગસિયા' નાખનારા ફાવશે નહીં, 2027માં ધાબું બદલવાનો નથી

Ind vs NZ: રાજકોટમાં KL રાહુલનું વાવાઝોડું, સદી સાથે અઝહરુદ્દીનનો રેકોર્ડ તોડ્યો

'દોરી સારી હતી પણ જગ્યા ખરાબ હતી': સી.જે. ચાવડાનો કોંગ્રેસ પર કટાક્ષ, રાહુલ ગાંધી અંગે કરી મોટી આગાહી

આગામી ચૂંટણીમાં અનેક ધારાસભ્યોના પતંગ કપાશે! ધવલસિંહ ઝાલાની આગાહીથી ભાજપમાં સોપો, મંત્રીઓ પણ સુરક્ષિત નથી?

Embed widget