Update: વૉટ્સએપમાં આવશે આ ખાસ ફિચર, ટેબલેટ યૂઝ કરનારા લોકો માટે છે કામનું, જાણો
હવે તમે ચાર અલગ-અલગ ડિવાઇસ પર WhatsAppનો ઉપયોગ કરી શકો છો. આ માટે તમારે ફક્ત નવા ડિવાઇસ પર WhatsApp ડાઉનલૉડ કરવાનું છે,
Whatsapp Update: વૉટ્સએપે હમણાં જ થોડા સમય પહેલા જ પોતાના ટેબલેટ યૂઝર્સ માટે એક ખાસ અપડેટ રિલીઝ કર્યુ છે. જે અંતર્ગત તેઓ ડાબી બાજુએ ચેટ લિસ્ટ અને જમણી બાજુએ કોઈની સાથે ચેટ કરી શકે છે, એટલે કે સાઇડ બાય સાઇડનો ઓપ્શન વૉટ્સએપ દ્વારા ટેબલેટ યૂઝર્સને આપવામાં આવ્યો હતો. હવે બહુ જલદી કંપની સાઈડ બાય સાઈડ ઓપ્શનને મેન્યૂઅલી ઓફ કરવાની સુવિધા પણ આપવા જઈ રહી છે. આ માટે ખાસ ફિચર આવી રહ્યું છે.
વૉટ્સએપના ડેવલપમેન્ટ પર નજર રાખનારી વેબસાઈટ Wabetainfo અનુસાર, WhatsApp એક એવા નવા ફિચર પર કામ કરી રહ્યું છે, જે ટેબલેટ યૂઝર્સને ચેટ સેટિંગ્સની અંદર 'સાઇડ બાય સાઇડ વ્યૂ' નામથી દેખાશે. યૂઝર્સ મેન્યૂઅલી આ સુવિધાને ચાલુ રાખી શકે છે અથવા તો બંધ કરી શકે છે. ખરેખરમાં, કેટલાય લોકો વૉટ્સએપના સાઇડ-બાય-સાઇડ અપડેટને પસંદ નથી કરી રહ્યા, કારણ કે તેઓ લાંબા સમયથી વૉટ્સએપના જુના વર્ઝનનો ઉપયોગ કરી રહ્યા છે, તેમાં જ્યારે પણ WhatsApp ઓપન આવે છે ત્યારે આખી સ્ક્રીન પર ચેટ લિસ્ટ દેખાય છે.
નવા અપડેટ પછી ચેટ લિસ્ટ ડાબી બાજુએ ઓપન થાય છે અને ચેટ વિન્ડો જમણી બાજુએ ખુલે છે અને વૉટ્સએપ યૂઝર્સ એક જ સમયે બે વસ્તુઓ કરી શકે છે. કેટલાક લોકોને પ્રાઈવસીના કારણે પણ આ ફિચર ગમતુ નથી. કારણ કે જ્યારે તેઓ બધાની વચ્ચે બેસેલા હોય છે એવા સમયે તમામ વસ્તુઓ એકસાથે દેખાવા લાગે છે. હવે બહુ જલદી જ WhatsApp ટેબ્લેટ યૂઝર્સને મેન્યૂઅલી સાઇડ બાય સાઇડ વ્યૂ ઓન/ઓફ કરવાનો ઓપ્શન આપવાનું છે.
વૉટ્સએપ ચાર અલગ-અલગ ડિવાઈસ થઇ શકે છે ઓપન -
ખાસ વાત છે કે, હવે તમે ચાર અલગ-અલગ ડિવાઇસ પર WhatsAppનો ઉપયોગ કરી શકો છો. આ માટે તમારે ફક્ત નવા ડિવાઇસ પર WhatsApp ડાઉનલૉડ કરવાનું છે, અને ઉપર જમણી બાજુએ ક્લિક કરવું પડશે અને જુના મોબાઇલ ફોન પર દેખાતા QR કૉડને સ્કેન કરવો પડશે. આજ રીતે તમે જુદાજુદા ડિવાઇસ પર WhatsApp ચલાવી શકો છો. સારી વાત એ છે કે અન્ય ડિવાઇસ પર WhatsAppનો ઉપયોગ કરવા માટે પ્રાથમિક ડિવાઇસ પર ડેટા ચાલુ રાખવાની જરૂર નથી. ડેટા ચાલુ કર્યા વિના પણ તમારું WhatsApp અન્ય ગેઝેટ્સ પર આસાનીથી કામ કરશે અને ચેટ ઝડપથી લૉડ થશે.
ઇન્ડિવિડ્યૂઅલ ચેટને કરી શકાશે લૉક -
WhatsApp વધુ એક નવા ફિચર પર કામ કરી રહ્યું છે, જેના પછી યૂઝર્સ વ્યક્તિગત ચેટને લૉક કરી શકશે. એટલે કે જો તમે અન્ય લોકોથી ચેટ છુપાવવા માંગો છો, તો તમે તેને ફિંગરપ્રિન્ટ, પાસવર્ડ વગેરે દ્વારા લૉક કરી શકશો. ફક્ત તમે અથવા એવા વ્યક્તિ જેની પાસે તમારો પાસવર્ડ છે, તે જ આને ઍક્સેસ કરી શકશે. આ ફિચર લોકોની પ્રાઇવસી જાળવવામાં માટે ખુબ મદદ કરશે.