(Source: ECI/ABP News/ABP Majha)
WhatsAppની મદદથી પણ કરી શકાય છે રૂપિયાની આસાનીથી લેવડદેવડ, જાણો આ શાનદાર ફિચર્સ વિશે.....
વૉટ્સએપના પેમેન્ટ ફિચર વિશે બતાવી રહ્યાં છીએ, જેની મદદથી તમે પોતાના મિત્રોને આસાનીથી પેસા મોકલી શકો છો. વૉટ્સએપે નેશનલ પેમેન્ટ્સ કૉર્પોરેશન ઓફ ઇન્ડિયા (NPCI)ની સાથે મળીને ગયા વર્ષે વૉટ્સએપ પેમેન્ટ ફિચર લૉન્ચ કર્યુ હતુ. આ યુપીઆઇ આધારિત પેમેન્ટ સિસ્ટમ (Whatsapp Pay) છે.
નવી દિલ્હીઃ દેશ અને દુનિયામાં સોશ્યલ મેસેજિંગ એપ વૉટ્સએપના કરોડો યૂઝર્સ છે. વૉટ્સએપ (Whatsapp)સતત પોતાના નવા ફિચર્સને એડ કરતુ રહે છે, જેથી યૂઝર્સ બેસ્ટ રીતે તેનો ઉપયોગ કરી શકે છે. આજે અમને તમને વૉટ્સએપના પેમેન્ટ ફિચર વિશે બતાવી રહ્યાં છીએ, જેની મદદથી તમે પોતાના મિત્રોને આસાનીથી પેસા મોકલી શકો છો. વૉટ્સએપે નેશનલ પેમેન્ટ્સ કૉર્પોરેશન ઓફ ઇન્ડિયા (NPCI)ની સાથે મળીને ગયા વર્ષે વૉટ્સએપ પેમેન્ટ ફિચર લૉન્ચ કર્યુ હતુ. આ યુપીઆઇ આધારિત પેમેન્ટ સિસ્ટમ (Whatsapp Pay) છે.
કઇ રીતે કરે છે કામ...
વૉટ્સએપનુ આ ફિચર (WhatsApp feature) અન્ય પેમેન્ટ એપની જેમ કામ કરે છે. આ ફિચરના આવ્યા બાદ દેશમાં પેમેન્ટ એપની (Whatsapp Payment) વચ્ચે પ્રતિસ્પર્ધા વધી ગઇ છે. વૉટ્સએપ પેમેન્ટ તમારા બેન્ક ખાતા સાથે કનેક્ટ હોય છે.
આ રીતે બનાવો એકાઉન્ટ...
સૌથી પહેલા તમારા ફોનમાં વૉટ્સએપને ઓપન કરો. આમાં ડાબી બાજુએ સૌથી ઉપર ત્રણ ટપકાં દેખાશે તેના પર ક્લિક કરો.
અહીં તમને પેમેન્ટનુ ઓપ્શન દેખાશે. જ્યારે તમે આના પર ક્લિક કરશો તો તમારી સામે એક વિન્ડો ખુલી જશે, જેમાં એડ પેમેન્ટ મેથડનો ઓપ્શન દેખાશે.
આના પર ક્લિક કરીને તમે પોતાની ડિટેલ નાંખશો તો તમારુ એકાઉન્ટ બની જશે. આ એકાઉન્ટ યુપીઆઇ બેઝ્ડ હશે.
એકવાર જ્યારે તમારુ વૉટ્સએપ પેમેન્ટનુ એકાઉન્ટ બની જશે, તો તમે તમારા મિત્રોને પૈસા આસાનીથી મોકલી શકો છો.
તમારે જે કોઇપણ વ્યક્તિને પૈસા મોકલવા છે, તેની ચેટમાં જઇને અટેચમેન્ટ વાળા ઓપ્શન પર ક્લિક કરો. અહીં તમને પેમેન્ટનો ઓપ્શન દેખાશે. આના પર ક્લિક કરીને તમે પેમેન્ટની પ્રક્રિયા પુરી કરી શકો છો.
નોંધનીય છે કે દેશમાં બીજી કેટલીય કંપનીઓએ પોતાની પેમેન્ટ એપ લૉન્ચ કરી છે, જેની મદદથી સ્માર્ટફોન યૂઝર્સ ઇન્ટરનેટ સાથે અને ઇન્ટરનેટ વિના પણ પેમેન્ટ કરી શકે છે. માર્કેટમાં અત્યારે ઘણીબધી પેમેન્ટ એપ્સ અવેલેબલ છે.