(Source: ECI/ABP News/ABP Majha)
Whatsappના માધ્યમથી આ રીતે કરી કરો મની ટ્રાન્સફર, કઇ રીતે કરે છે, ફીચર કામ જાણો
Whatsapp મેસેજિંગ એપે પેમેન્ટનું એક નવું ફીચર એડ કર્યું છે. જેના દ્વારા આપ પેમેન્ટ કરી શકો છો. તેના સ્ટેપ સમજી લો
whatsapp payments: Whatsapp મેસેજિંગ એપે પેમેન્ટનું એક નવું ફીચર એડ કર્યું છે. જેના દ્વારા બર્થ ડે, હોલિ ડે, અથવા ગિફ્ટ કે, ટ્રાવેલ માટે પેમેન્ટ કરવા માટે આર્ટફુલ એક્સપ્રેશંસનો ઉપયોગ કરી શકો છો. વ્હોટસએપ દ્રારા આપ હજારો લાખો લોકોને પેમેન્ટ કરી શકો છો. હવે આ પેમેન્ટ મોડને વ્હોટસએપે વધુ ક્રિએટિવ બનાવી દીધું છે. તો જાણીએ તેનો ઉપયોગ કરી રીતે કરી શકાય.
આ રીતે આ ફીચરનો કરો ઉપયોગ
સૌથી પહેલા Whatsapp ચેટમાં અટેચમેન્ટ આઇકન પર ટેપ કરો,હવે પેમેન્ટના ઓપ્શન પર ક્લિક કરો, જે રકમ મોકલવાની હોય તે ટાઇપ કરો,મોબાઇલ સ્ક્રિન પર મોજૂદ સ્ટાર આઇકન પર ટેપ કરો,આપની પસંદગીનું બેક ગ્રાઉન્ડ પસંદ કરો,હવે UPI પિન નોંધો અને પેમેન્ટ કરો,
કેવી રીતે કરશો Whatsapp પેમેન્ટ
Whatsapp પર જમણી બાજુના ત્રણ ડોટ પર ટેપ કરો, પેમેન્ટ પર ક્લિક કરો અને પેમેન્ટ મેથડ એડ કરો,હવે આપને બેન્કની યાદી મળશે, બેન્ક લિસ્ટમાંથી આપની બેન્ક સિલેક્ટ કરો,આ બેન્કને આપે એડ કરવી પડશે, બેન્કના આ અકાઉન્ટ સાથે આપનો મોબાઇલ નંબર રજિસ્ટર્ડ હોવો જોઇએ,ફોન નંબર વેરિફાઇ કરવો પડશે, તેના માટે વાયા SMS ટેબ પર ક્લિક કરો,ત્યારબાદ ફોન પર કોડ આવશે, તેનાથી વેરિફિકેશન પ્રોસેસ પુરી થશે, હવે આપને UPI પિન જનરેટ કરવી પડશે,ત્યારબાદ આપના પેમેન્ટ પેઝ પર બેન્ક દેખાશે,હવે પેમેન્ટ આઇકન પર ટેબ કરો,હવે જેને પૈસા મોકલવાના છે તેના ચેટ બોક્સ પર જાવ,અહીં પેમેન્ટ આઇકન પર ટેપ કરીને માઉન્ટ ભરો,અહીં આપ એક નોટ પણ લખી શકો છો,ત્યારબાદ UPI પિન ટાઇપ કરો,પૈસા મોકલાયા બાદ એક કન્ફર્મેશન મેસજ આવશે.આપને જણાવી દઇએ કે, વ્હોટસએપ પેમેન્ટ દેશના બધા જ યુઝર્સ માટે લાઇવ છે, જે 227થી વધુ બેન્કો સાથે પેમેન્ટ કરવામાં મદદ કરે છે. આ રીતે આપ ગૂગલ પે, પેએટીએમની જેમ જ સરળતાથી મની ટ્રાન્સફર કરી શકશો,