શોધખોળ કરો

WhatsApp: હવે ક્યૂઆર કૉડથી સ્કેન કરીને એક ફોનમાંથી બીજા ફોનમાં ટ્રાન્સફર કરી શકાશે વૉટ્સએપ ચેટ, જાણો રીત.....

Meta CEO માર્ક ઝકરબર્ગે પોતાની એક ફેસબુક પૉસ્ટ દ્વારા વૉટ્સએપના આ ફિચર વિશે માહિતી આપી છે. વૉટ્સએપની ચેટ હિસ્ટ્રી હવે આસાનીથી ટ્રાન્સફર કરી શકાશે

WhatsApp QR: આજકાલ દુનિયાભરમાં સૌથી વધુ વપરાતી એપ WhatsApp છે, વૉટ્સએપ એક ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ છે અને અત્યારે દેરકના મોબાઇલમાં આ એપ ઇન્સ્ટૉલ હોય છે, કેમ કે આ એપથી મોટાભાગનુ જરૂરી કામ આસાનીથી થઇ જાય છે. જોકે, આ વૉટ્સએપની સૌથી મોટી સમસ્યા હંમેશા ચેટ ટ્રાન્સફરની રહી છે. કેટલીય થર્ડ પાર્ટી એપ્સ વૉટ્સએપ ચેટ ટ્રાન્સફરની ફેસિલિટી આપે છે, પરંતુ આમાં ડેટા લીક થવાનું જોખમ રહેલું છે. હવે વૉટ્સએપે ચેટ ટ્રાન્સફર કરવા માટે શ્રેષ્ઠ ફિચર રિલીઝ કર્યુ છે. હવે તમે QR કૉડ સ્કેન કરીને WhatsApp ચેટ્સને એક ફોનથી બીજા ફોનમાં ટ્રાન્સફર કરી શકો છો. જાણીએ કેવી રીતે...

Meta CEO માર્ક ઝકરબર્ગે પોતાની એક ફેસબુક પૉસ્ટ દ્વારા વૉટ્સએપના આ ફિચર વિશે માહિતી આપી છે. વૉટ્સએપની ચેટ હિસ્ટ્રી હવે આસાનીથી ટ્રાન્સફર કરી શકાશે. ઝકરબર્ગે કહ્યું છે કે તે પુરેપુરી રીતે સુરક્ષિત રહેશે. ચેટના કદને લઈને કોઈ સમસ્યા નહીં હોય એટલે કે તમારી ચેટમાં મોટી ફાઈલો અથવા એટેચમેન્ટ્સ હોવા છતાં ચેટ સરળતાથી ટ્રાન્સફર થઈ જશે.

આની સાથે જ શરત એ છે કે, બન્ને ડિવાઇસીસમાં એક સરખી જ ઓપરેટિંગ સિસ્ટમ હોવી જોઈએ એટલે કે ચેટ ત્યારે જ ટ્રાન્સફર થશે, જ્યારે બન્ને ફોન iPhone અથવા Android હોય એટલે કે iPhoneથી Android અને Androidથી iPhone પર ચેટને QR કૉડ સ્કેનિંગ દ્વારા ટ્રાન્સફર નહીં કરી શકો. માર્ક ઝકરબર્ગે આનો એક વીડિયો પણ શેર કર્યો છે.

હાલમાં, ક્લાઉડ બેકઅપનો ઉપયોગ ચેટ્સ ટ્રાન્સફર કરવા માટે થાય છે. QR કૉડ સ્કેન કરવાની પ્રૉસેસમાં ડેટાનો ક્લાઉડ પર બેકઅપ લેવામાં નહીં આવે, સૌથી સારી વાત એ છે કે તમારે તમારા WhatsApp ડેટાનું બેકઅપ લેવાની પણ જરૂર રહેતી નથી. આ પ્રૉસેસ એટલે કે ચેટ ટ્રાન્સફર કરવા માટે QR કૉડ સ્કેન વૉટ્સએપ સ્થાનિક Wi-Fi નેટવર્કનો ઉપયોગ કરે છે, એટલે કે તે બે ડિવાઇસીસ વચ્ચે Wi-Fi નેટવર્ક બનાવે છે. QR કૉડથી ચેટ્સ ટ્રાન્સફર કરવા માટે તમારે જૂના ફોનના વૉટ્સએપ સેટિંગ્સમાં જવું પડશે અને પછી ચેટ્સ પર ક્લિક કરીને ચેટ્સ ટ્રાન્સફર પર જવું પડશે. આ પછી તમને QR કૉડ સ્કેન કરવાનો ઓપ્શન મળશે, જેને તમારે ફરીથી સ્કેન કરવો પડશે.

Join Our Official Telegram Channel:

https://t.me/abpasmitaofficial

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ પડશે, હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કર્યું
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ પડશે, હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કર્યું
ભારે વરસાદને પગલે રાજ્યના 116 રસ્તા બંધ, 88 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો
ભારે વરસાદને પગલે રાજ્યના 116 રસ્તા બંધ, 88 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો
લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા
લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat Rain Data | છેલ્લા 24 કલાકમાં 217 તાલુકામાં ખાબક્યો વરસાદ , જુઓ ક્યાં કેટલો પડ્યો વરસાદ?Gujarat Rain Data | 22 કલાકમાં જૂનાગઢના વંથલીમાં ખાબક્યો 14 ઇંચ વરસાદ, ક્યાં કેટલો પડ્યો વરસાદ?Hu to Bolish | હું તો બોલીશ | સંસદમાં સંગ્રામ કેમ?Hu to Bolish | હું તો બોલીશ | બુટલેગરની વરદીવાળી બહેનપણી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ પડશે, હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કર્યું
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ પડશે, હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કર્યું
ભારે વરસાદને પગલે રાજ્યના 116 રસ્તા બંધ, 88 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો
ભારે વરસાદને પગલે રાજ્યના 116 રસ્તા બંધ, 88 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો
લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા
લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain: આગામી 3 કલાકમાં ગુજરાતમાં થશે જળબંબાકાર, આ 20થી વધુ જિલ્લામાં ભારે વરસાદની આગાહી
Gujarat Rain: આગામી 3 કલાકમાં ગુજરાતમાં થશે જળબંબાકાર, આ 20થી વધુ જિલ્લામાં ભારે વરસાદની આગાહી
Ahmedabad: રાહુલ ગાંધીની હિન્દુ સમાજ અંગેની ટિપ્પણીથી હિન્દુ સંગઠનોમાં રોષ, કાર્યકર્તા કોંગ્રેસ કાર્યલાયમાં ઘૂસ્યા
Ahmedabad: રાહુલ ગાંધીની હિન્દુ સમાજ અંગેની ટિપ્પણીથી હિન્દુ સંગઠનોમાં રોષ, કાર્યકર્તા કોંગ્રેસ કાર્યલાયમાં ઘૂસ્યા
Valsad Rain: ભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત, તાલુકાની તમામ શાળા-કૉલેજોમાં રજા જાહેર
Valsad Rain: ભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત, તાલુકાની તમામ શાળા-કૉલેજોમાં રજા જાહેર
Junagadh Rain: જુનાગઢમાં ચારેકોર પાણી-પાણી, 24 કલાકમાં 14 ઇંચથી વધુ વરસાદ પડતા ગામડાઓ બેટમાં ફેરવાયા
Junagadh Rain: જુનાગઢમાં ચારેકોર પાણી-પાણી, 24 કલાકમાં 14 ઇંચથી વધુ વરસાદ પડતા ગામડાઓ બેટમાં ફેરવાયા
Embed widget