WhatsApp પર જલદી મળશે રિવર્સ ઇમેજ સર્ચ ફીચર, જાણો કેવી રીતે કરશે કામ?
આ ખાસ કરીને ત્યારે ઉપયોગી થશે જો કોઈ તસવીર એડિટ કરવામાં આવી છે
Reverse Image Search Feature: વોટ્સએપ ટૂંક સમયમાં ખોટી માહિતીને રોકવા માટે એક નવું રિવર્સ ઈમેજ સર્ચ ફીચર રજૂ કરવા જઈ રહ્યું છે. પહેલા આ ફીચર વોટ્સએપના એન્ડ્રોઈડ બીટા વર્ઝન પર જોવા મળ્યું હતું, અને હવે તેનું ટેસ્ટિંગ વોટ્સએપ વેબ બીટા પર પણ થઈ રહ્યું છે, આ જાણકારી WABetaInfo દ્વારા આપવામાં આવી છે.
WhatsApp is working on a new reverse image search feature for the web client!
— WABetaInfo (@WABetaInfo) December 28, 2024
WhatsApp is developing a reverse image search feature for WhatsApp Web, enabling users to quickly upload images to Google and verify their authenticity directly from the app.https://t.co/6C6F3vanak pic.twitter.com/2Ykal4KNyN
તે કેવી રીતે કામ કરશે?
આ નવું ફીચર યુઝર્સને ગૂગલની મદદથી કોઈપણ ઈમેજની ઓથેન્ટીસીટી ચેક કરવાનો વિકલ્પ આપશે. આ ખાસ કરીને ત્યારે ઉપયોગી થશે જો કોઈ તસવીર એડિટ કરવામાં આવી છે અથવા તેમાં કોઇ ફેરફાર કરવામાં આવ્યા હોય. WhatsApp આ પ્રક્રિયાને સરળ બનાવી રહ્યું છે. યુઝર્સે ઇમેજ ડાઉનલોડ કરવાની જરૂર રહેશે નહીં. WhatsApp વેબ એપ્લિકેશનમાં જ એક શોર્ટકટ ઉમેરવામાં આવશે જેના દ્વારા રિવર્સ ઇમેજ સર્ચ શરૂ કરી શકાય છે.
જ્યારે યુઝર્સ ઇમેજને વેબ પર સર્ચ કરવાનો વિકલ્પ પસંદ કરે છે તો WhatsApp પ્રથમ યુઝર્સની સંમતિથી Google પર તસવીર અપલોડ કરશે. આ પછી ડિફોલ્ટ બ્રાઉઝરમાં રિવર્સ ઇમેજ સર્ચ પ્રક્રિયા શરૂ થશે. એ નોંધવું અગત્યનું છે કે આ સમગ્ર પ્રક્રિયા ગૂગલ દ્વારા નિયંત્રિત કરવામાં આવશે અને વોટ્સએપને તસવીરની સામગ્રી સુધી પહોંચવાનું ઍક્સેસ હશે નહીં.
વોટ્સએપના અન્ય નવા ફીચર્સ
તાજેતરમાં જ WhatsAppએ iOS એપમાં ડોક્યુમેન્ટ્સ સ્કેન કરવાની ક્ષમતા પણ ઉમેરી છે. આ નવી ઇન-એપ સ્કેનિંગ સુવિધા WhatsAppના નવીનતમ iOS અપડેટ (વર્ઝન 24.25.80)માં સામેલ કરવામાં આવી છે. આ ફીચર યુઝર્સને એપ્લિકેશનના ડોક્યૂમેન્ટ્સ શેરિંગ મેનૂમાંથી સીધા જ દસ્તાવેજોને સ્કેન કરવા દે છે.
હવે યુઝર્સને એક્સટર્નલ સ્કેનિંગ ટૂલ્સની જરૂર નહીં પડે. ડોક્યૂમેન્ટ્સ શેરિંગ મેનૂ ઓપન કરવા પર એક"સ્કેન" વિકલ્પ દેખાશે, જે ડિવાઇસના કેમેરાને એક્ટિવ કરે છે. દસ્તાવેજને સ્કેન કર્યા પછી યુઝર્સ તેને રિવ્યૂ કરી શકશે અને જરૂરી ફેરફારો કરી શકે છે. એપ્લિકેશન આપમેળે માર્જિન શોધી કાઢે છે, પરંતુ યુઝર્સ પાસે તેને મેન્યુઅલી એડજસ્ટ કરવાનો વિકલ્પ પણ છે.
Jio vs Airtel vs Vi vs BSNL: વર્ષ સુધી રિચાર્જ કરવામાં મળશે રાહત, જાણો કઇ કંપનીનું રિચાર્જ છે બેસ્ટ?