(Source: ECI/ABP News/ABP Majha)
WhatsApp : વ્હોટ્સ એપ લાવ્યું કમાલનું ફીચર, હવે મેસેજ સીન થયા બાદ પણ આપોઆપ થઇ જશે ગાયબ, જાણો કઇ રીતે?
યુઝર્સે WhatsAppના આ ફીચરનો ઉપયોગ કરવા માટે તેમના WhatsAppનો બીટા વર્જન નંબર 2.21.14.3થી અપડેટ કરવાનો રહેશે, તો આવો જાણીએ કેવી રીતે કામ કરે છે. WhatsAppનું View Once feature.
યુઝર્સે WhatsAppના આ ફીચરનો ઉપયોગ કરવા માટે તેમના WhatsAppનો બીટા વર્જન નંબર 2.21.14.3થી અપડેટ કરવાનો રહેશે, તો આવો જાણીએ કેવી રીતે કામ કરે છે. WhatsAppનું View Once feature.
ઇંસ્ટેટ મેસેજ એપ WhatsApp તેમના એપમાં ઉત્તમ સુવિધા આપવા માટે અવારનવાર નવા-નવા ફિચર લઇને આવે છે. તેના આગળ વધારતા કંપની ખૂબ જ કમાલનું ફીચર રોલ આઉટ કરે છે, આ ફીચરનું નામ View Once ફીચર છે. આ ફીચર દ્રારા મેસેદ સીન થયા બાદ ગાયબ થઇ જાય છે. આ મેસેજ બાદ રિસિવર મેસેજ અને મીડિયા ફાઇલને માત્ર એક વખત જોઇ શકાશે. જ્યારે યુઝર્સ એકવાર મેસેજ જોઇ લેશે તો ત્યારબાદ તે આપોઆપ ગાયબ થઇ જશે.
આ રીતે કરશે કામ
WhatsAppની અપડેટસ પર નજર રાખીએ તો WABetaInfoની રિપોર્ટ મુજબ આ ફીચર હવે એપ બીટાના એન્ડ્રોયડ યૂઝર્સ માટે રજૂ કરવામાં આ્વ્યું છે. WABetaInfo દ્રારા ટિવટર પર શેર કરવામાં આવતા સ્ક્રિન શોર્ટ મુજબ યૂઝર ફોનની ગેલેરીથી ડિસ અપિયરિંગ ફોટો સેન્ડ કર શકશે. આ માટે ફોટો સિલેક્ટ કર્યાં બાદ યૂઝર્સને વોચ જેવી આઇકન નજર આવશે, જેના પર ટેપ કરવાનુ રહેશે,ફોટો સેન્ડ કરતી વખતે કેપ્શન બાર પર આ ઓપ્શન આપને જોવા મળશે,
કેવી રીતે કરશે કામ
WhatsAppના View Once ફીચરનો ઉપયોગ ફોટોની સાથે સાથે વીડિયો અને GIFs માટે પણ કરી શકો છો. યુઝર્સે આ ફીચરનો ઉપયોગ કરવા માટે પોતાનો WhatsApp બીટા વર્જન નંબર 2.21.14.3થી અપડેટ કરવો પડશે.
વેબઇન્ફો મુજબ જો યુઝર્સ read receiptsને ડિસેબલ રાખે છે તો પણ View Once ફીચરની સાથે મોકલાવેલ મેસેજને ખોલ્યા બાદ તેમને જાણ થશે કે, રિસીવરે ફોટો જોયો છે કે નહીં. આ સાથે જ આપ ગ્રૂપમાં મોજૂદ મેર્બર્સે ફોટોને ખોલવા વિશે પણ જાણ થઇ જશે.