WhatsAppએ ભારત સરકાર સામે દાખલ કર્યો કેસ, જાણો કઇ વાતને લઇને બન્ને વચ્ચે ચાલી રહી છે લડાઇ.....
WhatsApp વિરુદ્ધ ભારત સરકારનો કેસ મંગળવારે, 25 મે ફાઇલ કરવામાં આવ્યો, મેસેન્જર એપે કહ્યું કે નવા નિયમોથી યૂઝર્સની પ્રાઇવસી પ્રભાવિત થશે.
નવી દિલ્હીઃ ભારતમાં ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ વૉટ્સએપ અને સરકાર વચ્ચે ઘર્ષણ થયુ છે, વૉટ્સએપે મોટી એક્શન લેતા સરકાર સામે કેસ દાખલ કરી દીધો છે. વૉટ્સએપે ભારત સરકાર વિરુદ્ધ દિલ્હી હાઇકોર્ટમાં એક કેસ ફાઇલ કર્યો છે, જેમાં આજથી લાગુ થનારા નવા આઇટી નિયમોને રોકવાની માંગ કરવામાં આવી છે. WhatsApp વિરુદ્ધ ભારત સરકારનો કેસ મંગળવારે, 25 મે ફાઇલ કરવામાં આવ્યો, મેસેન્જર એપે કહ્યું કે નવા નિયમોથી યૂઝર્સની પ્રાઇવસી પ્રભાવિત થશે.
ખરેખરમાં, કેન્દ્ર સરકારે 25 ફેબ્રુઆરી 2021 એ ભારતના ઇલેક્ટ્રૉનિક્સ અને આઇટી મંત્રાલય તરફથી ડિજીટલ કન્ટેન્ટને રેગ્યૂલેટ કરવા માટે 3 મહિનાની અંદર કમ્પલાયન્સ અધિકારી, નૉડલ અધિકારી વગેરેને નિયુક્ત કરવાનો નિર્દેશ આપ્યો હતો, આ તમામનુ કાર્યક્ષેત્ર ભારતમાં હોવુ જરૂરી છે. સરકાર દ્વારા આપવામાં આવેલા આદેશના અંતર્ગત કંપનીઓને કમ્પ્લાયન્સ અધિકારીને નિયુક્ત કરવા પડશે, અને તેમનુ નામ કૉન્ટેક્ટ એડ્રેસ ભારતનુ હોવુ અનિવાર્ય છે.
ચેટનો 'ટ્રેસ' કરવા માટે કહેવુ, દરેક મેસેજની ફિંગરપ્રિન્ટ રાખવા જેવુ.....
દુનિયાભરમાં સૌથી વધુ વપરાતી એપના પ્રવક્તાએ કહ્યું- મેસેજિંગ એપની ચેટ 'ટ્રેસ' કરવા માટે કહેવુ વૉટ્સએપ પર મોકલવામાં આવેલા દરેક મેસેજની ફિંગરપ્રિન્ટ રાખવા માટે કહેવા બરાબર છે, જે એન્ડ-ટૂ-એન્ડ એન્ક્રિપ્શનને તોડી નાંખશે, અને લોકોની પ્રાઇવસીના રાઇટને કમજોર કરી દેશે. વૉટ્સએપ સતત સિવિલ સોસાયટી અને દુનિયાભરના વિશેષજ્ઞોની સાથે તે વસ્તુઓનો વિરોધ કરી રહ્યું છે, જે તેના યૂઝર્સની પ્રાઇવસી ઉલ્લંઘન કરશે. પ્રવક્તાએ કહ્યું- આ બધાની વચ્ચે અમે લોકોને સેફ રાખવાના ઉદેશ્યથી વ્યવહારિક સમાધાનો પર ભારત સરકારની સાથે એન્ગેજ રહીશું, જેમાં વેલિડ લીગલ રિક્વેસ્ટનો જવાબ આપવો પણ સામેલ છે.
ફેસબુકે કહી હતી આ વાત.....
ઉલ્લેખનીય છે કે ગૂગલ અને ફેસબુકે મંગળવારે કહ્યું હતુ કે, નવા નિયમોનુ પાલન કરવાની કોશિશ કરી રહ્યાં છીએ, ફેસબુકે કહ્યું હતુ કે,- આઇટી નિયમો અનુસાર, અમે પરિચાલન પ્રક્રિયાને લાગુ કરવા અને દક્ષતામાં સુધારો કરવા તરફ કામ કરી રહ્યાં છીએ, અમે અમારા પ્લેટફોર્મ પર લોકોને સ્વતંત્ર રીતે અને સુરક્ષિત રીતે ખુદને વ્યક્ત કરવાની ક્ષમતા માટે પ્રતિબદ્ધ છીએ.