WhatsApp પર તમને કોણે બ્લોક કર્યા છે, આ ટિપ્સથી તરત જ જાણી શકશો
WhatsApp:ઘણી વખત એવું બને છે કે જ્યારે વોટ્સએપ યુઝર ચોક્કસ કોન્ટેક્ટને બ્લોક કરી દે છે
![WhatsApp પર તમને કોણે બ્લોક કર્યા છે, આ ટિપ્સથી તરત જ જાણી શકશો WhatsApp: these are a couple of indicators that you may be blocked on whatsapp WhatsApp પર તમને કોણે બ્લોક કર્યા છે, આ ટિપ્સથી તરત જ જાણી શકશો](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/05/b01e9afde49fd30faba4e84567f56d971714924867992208_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
WhatsApp: દુનિયાભરમાં કરોડો લોકો વોટ્સએપનો ઉપયોગ કરે છે. ડિજિટલ યુગમાં વોટ્સએપ એ કોઈપણ વ્યક્તિ સુધી પહોંચવાનો સારો રસ્તો છે. એક મેસેજ મારફતે તમે તમારો સંદેશ દુનિયાના કોઈપણ ખૂણે તમારા કોન્ટેક્સ સુધી પહોંચાડી શકો છો. જો કે, ઘણી વખત એવું બને છે કે જ્યારે વોટ્સએપ યુઝર ચોક્કસ કોન્ટેક્ટને બ્લોક કરી દે છે અને યુઝરને તેની જાણ પણ નથી હોતી. જો તમને કોઈ ચોક્કસ કોન્ટેક્સને લઇને શંકા હોય તો તમે આ રીતો અપનાવીને ચેક કરી શકો છો કે તમને કોણે બ્લોક કર્યા છે.
કોન્ટેક્ટનો લાસ્ટ સીન અને ઓનલાઇન સ્ટેટ્સ ચેક કરો
જો તમે તમારા કોઈપણ કોન્ટેકટનો લાસ્ટ સીન અને ઓનલાઇન સ્ટેટ્સ અગાઉ ચેક કરી શકતા હતા પરંતુ હવે ચેક કરી શકતા નથી તો તમારે સમજી જવું પડશે કે તમને બ્લોક કરી દેવામાં આવ્યા છે.
કોન્ટેક્ટનું સ્ટેટ્સ અપડેટ
જ્યારે વોટ્સએપ પર બ્લોક કરવામાં આવે છે ત્યારે બ્લોક કરેલ યુઝર કોન્ટેક્ટનું સ્ટેટસ જોઇ શકતો નથી. જો તમે લાંબા સમયથી તમારા કોઈપણ કોન્ટેક્ટનું સ્ટેટસ જોઈ શકતા નથી તો સંભવ છે કે તમને બ્લોક કરવામાં આવ્યા છે.
પ્રોફાઇલ ફોટો બ્લેન્ક જોવા મળે
જો તમે તમારા કોન્ટેક્ટમાંથી કોઈ એકનો પ્રોફાઇલ ફોટો જોઈ શકતા નથી, તો તે એક સંકેત હોઈ શકે છે કે તમને બ્લોક કરવામાં આવ્યા છે. જો કે, કેટલીકવાર કેટલાક WhatsApp યુઝર્સ તેમના પ્રોફાઇલને બ્લેન્ક રાખવાનું પસંદ કરે છે.
મેસેજ મોકલવા પર ટિક માર્ક
જો તમે તમારા કોઈપણ કોન્ટેક્ટને વોટ્સએપ પર મેસેજ કર્યો છે, પરંતુ ઘણા દિવસો વીતી જવા છતાં પણ તે ગ્રે ટિક દેખાઈ રહ્યું છે, તો સમજો કે તમને બ્લોક કરવામાં આવ્યા છે.
WhatsApp કોન્ટેક્ટ પર કૉલ કરો
જો તમે તમારા વોટ્સએપ કોન્ટેક્ટ પર વોટ્સએપ કોલ કરી શકતા નથી તો તેને બ્લોક કરવાનો સંકેત માની શકાય. જ્યારે તમને બ્લોક કરવામાં આવ્યા હોય તો રિસીવરને કોલ મેસેજ મળતા નથી.
કોઇ નવા ગ્રુપમાં કોન્ટેક્ટને એડ કરો
જો તમે ગ્રુપના એડમિન છો અને તમારા કોઈ ચોક્કસ કોન્ટેક્ટને ગ્રુપમાં એડ કરી શકતા નથી તો તમને બ્લોક કરવામા આવ્યા છે તેનો સંકેત છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)