WhatsApp Trick: એક સાથે 256 લોકોને આ રીતે મોકલો એક જ મેસેજ, ગ્રુપ બનાવાવની નહીં પડે જરૂર
ઘણીવાર એવું બને છે કે આપણે ઘણા લોકોને એક જ મેસેજ મોકલવાનો હોય છે, આ માટે ઘણા યુઝર્સ એક પછી એક સિલેક્ટ કરે છે અને પછી મેસેજ ટાઇપ કરીને મોકલે છે અથવા મેસેજ ગ્રુપ બનાવીને મોકલે છે.
ટેક જાયન્ટ Facebookની માલિકીની ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ WhatsApp તેના ફીચર્સ દ્વારા યુઝર્સના દિલમાં અલગ સ્થાન ધરાવે છે. વપરાશકર્તાઓની સુવિધા અનુસાર તેમાં સુવિધાઓ ઉપલબ્ધ છે. એપ્લિકેશનમાં દરરોજ નવા ફીચર્સ ઉમેરવામાં આવે છે. વોટ્સએપના ઘણા યુઝર્સ છે જે તેના તમામ ફીચર્સ વિશે નથી જાણતા. ઘણીવાર એવું બને છે કે આપણે ઘણા લોકોને એક જ મેસેજ મોકલવાનો હોય છે, આ માટે ઘણા યુઝર્સ એક પછી એક સિલેક્ટ કરે છે અને પછી મેસેજ ટાઇપ કરીને મોકલે છે અથવા મેસેજ ગ્રુપ બનાવીને મોકલે છે. પરંતુ આજે અમે તમને એક ટ્રિક જણાવી રહ્યા છીએ જેની મદદથી તમારે આ બંને વસ્તુઓ કરવાની જરૂર નહીં પડે.
ગ્રુપ બનાવ્ય વગર જ એક સાથે 256 લોકોને મોકલો મેસેજ
WhatsApp તેના વપરાશકર્તાઓને New Broadcastના નામે ઘણી ઉપયોગી સુવિધાઓ આપે છે. તેની મદદથી તમે એક જ મેસેજ 256 લોકોને એક સાથે મોકલી શકો છો. તમારે આ માટે ગ્રુપ બનાવવાની પણ જરૂર નથી. તમે બ્રોડકાસ્ટ લિસ્ટ દ્વારા ઘણા લોકોને આ સંદેશ મોકલી શકો છો. અવો જાણીએ આ સુવિધા કેવી રીતે કાર્ય કરે છે.
આ રીતે કામ કરે છે New Broadcast ફીચર
New Broadcastનો ઉપયોગ કરવા માટે પહેલા સ્માર્ટફોન પર વોટ્સએપ (WhatsApp) ખોલો.
આ પછી તમે ઉપર જમણી બાજુએ ત્રણ બિંદુઓ જોશો, તેમના પર ક્લિક કરો.
હવે આમાં ઘણા બધા વિકલ્પો તમારી સામે આવશે, જેમાંથી તમારે New Broadcast પસંદ કરવાનું રહેશે. જેવા જ તમે New Broadcast પર ક્લિક કરશો કે તરત જ કોન્ટેક્ટ લિસ્ટ તમારી સામે આવશે.
હવે તમે જેને મેસેજ મોકલવા માંગો છો તે કોન્ટેક્ટ પસંદ કરો.
આ કર્યા પછી ચેટ વિન્ડો તમારી સામે આવશે.
હવે તમે અંતમાં જે પણ મેસેજ મોકલો છો તે ગ્રીન ટિક પર ક્લિક કરીને આ બધાને મોકલી શકો છો.