શોધખોળ કરો
Advertisement
Xiaomiએ 10,000mAhની વાયરલેસ પાવર બેન્ક ભારતમાં લોન્ચ કરી
શાઓમીએ નવી 10,000 mAhની વાયરલેસ પાવર બેન્ક ભારતમાં લોન્ચ કરી છે.
નવી દિલ્હી: શાઓમીએ નવી 10,000 mAhની વાયરલેસ પાવર બેંક ભારતમાં લોન્ચ કરી છે. કંપનીની આ પ્રથમ વાયરલેસ પાવર બેન્ક છે. 10000mAh ક્ષમતા વાળી વાયરલેસ પાવર બેન્કમાં મેગ્નેટિક ઇન્ડક્ટિવ ટેક્નોલોજી છે. આ પાવર બેન્કમાં 10W વાયરલેસ ચાર્જિંગ સ્પીડ મળે છે.
વાયરલેસ પાવર બેન્કમાં બે પ્રકારના ચાર્જિંગ પોર્ટ છે. પ્રથમ યૂએસબી ટાઇપ એ આઉટપુટ પોર્ટ અને બીજો યૂએસબી ટાઇપ સી ઇનપુટ પોર્ટ. આ પાવર બેન્કથી એક સાથે બે મોબાઇલ ડિવાઇસ ચાર્જ કરી શકાય છે. શાઓમીએ દાવો કર્યો છે કે પાવર બેન્કને 12-સ્તરની અદ્યતન ચિપ સુરક્ષા મળે છે જે મોબાઈલ ડિવાઇસીસને વર્તમાન અને ટૂંકા સર્કિટ્સથી વધારે ગરમ કરવાથી રક્ષણ આપે છે.
કંપનીનું કહેવું છે કે પાવર બેન્કને હાયર સેફ્ટી સ્ટાન્ડર્ડને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે. આ પાવર બેન્કની સાથે એક નોન-સ્કિડ વાયરલેસ ચાર્જિંગ પેડ પણ મળે છે. Mi 10000mAh વાયરલેસ પાવર બેન્કની કિંમત 2,499 રૂપિયા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
અમદાવાદ
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion