YEAR ENDER 2025: WhatsAppમાં ચેટ કરવું થયું વધુ રસપ્રદ, આ વર્ષે આવ્યા આ શાનદાર નવા ફીચર્સ
YEAR ENDER 2025: 2025નું વર્ષ WhatsApp યુઝર્સ માટે ખાસ રહ્યું છે. આ વર્ષે કંપની તેના યુઝર્સ માટે અનેક શાનદાર ફીચર્સ લઈને આવી હતી.

YEAR ENDER 2025: 2025નું વર્ષ WhatsApp યુઝર્સ માટે ખાસ રહ્યું છે. આ વર્ષે કંપની તેના યુઝર્સ માટે અનેક શાનદાર ફીચર્સ લઈને આવી હતી. જેના કારણે પ્રાઈવેસી સારી થઈ છે અને તેને કારણે મેસેજિંગ એપનો ઉપયોગ કરવો સરળ બનાવ્યો છે. આજે અમે તમારા માટે આ વર્ષે WhatsApp માં રજૂ કરાયેલા કેટલાક નવા ફીચર્સનું લિસ્ટ લાવ્યા છીએ.
વૉઇસ અને વીડિયો મેસેજ
હવે જો તમે WhatsApp પર કોઈને વૉઇસ અથવા વીડિયો કૉલ કરો છો અને સામે રહેનાર યુઝર્સ કૉલ ઉપાડતો નથી, તો તમે વૉઇસ અથવા વીડિયો નોટ ડ્રોપ કરી શકો છો. જો બીજો યુઝર્સ કૉલ ઉપાડતો નથી, તો તમારી પાસે વૉઇસ અથવા વીડિયો નોટ રેકોર્ડ કરવાનો વિકલ્પ છે.
પાસકી વેરિફિકેશન
WhatsApp ને હવે વેરિફિકેશન માટે OTP ની જરૂર નથી. યુઝર્સ ઈચ્છે છે તો OTP ને બદલે ફેસ અથવા ફિંગરપ્રિન્ટ ઓન્થેટિકેશનનો ઉપયોગ કરી શકે છે. આ ફક્ત યુઝર્સને સુવિધા આપશે નહીં પરંતુ SMS અથવા સિમ સ્વેપિંગ દ્વારા છેતરપિંડી પણ અટકાવશે.
મેસેજ ટ્રાન્સલેશન
WhatsApp હવે AIની મદદથી મેસેજ ટ્રાન્સલેટ કરી શકે છે. આ તમને બીજી એપ્લિકેશન અથવા અન્ય યુઝર્સની મદદ વિના કોઈપણ ભાષામાં મેસેજ સમજવાની મંજૂરી આપે છે. આ ફીચર અંગ્રેજી, સ્પેનિશ, હિન્દી, પોર્ટુગીઝ અને રશિયન સહિત ઘણી ભાષાઓને સપોર્ટ કરે છે.
મેટા AI અપગ્રેડ
મેટા AI આસિસ્ટન્ટ હવે WhatsApp માં એકસાથે અનેક કામ કરી શકે છે. તેમાં ઇન્કોગ્નિટો મોડ પણ ઉમેરવામાં આવ્યો છે, જે યુઝર્સને ખાનગી વાતચીત કરવાનો વિકલ્પ આપે છે. તે સિવાય હવે યુઝર્સ ટેક્સ્ટ પ્રોમ્પ્ટ આપીને ઈમેજ પણ જનરેટ કરી શકે છે અને તેમને તેમના સ્ટેટસ પર અપલોડ કરી શકે છે.
મલ્ટી-એકાઉન્ટ સપોર્ટ
WhatsApp એ આ વર્ષે iPhone યુઝર્સ માટે મલ્ટી-એકાઉન્ટ સપોર્ટ શરૂ કર્યો. આનો અર્થ એ છે કે યુઝર્સ હવે એક જ iPhone પર બે એકાઉન્ટ એકસાથે ચલાવી શકે છે. આ ફીચર તાજેતરમાં જ રોલઆઉટ કરવામાં આવ્યું હતું.
સ્ક્રીન શેરિંગ
હવે સ્ક્રીન શેર કરવા માટે યુઝર્સને Google Meet અથવા Zoom પર આધાર રાખવાની જરૂર નથી. આ વર્ષે, WhatsApp એ ઓડિયો કોલ દરમિયાન સ્ક્રીન શેર કરવાનો વિકલ્પ પણ રજૂ કર્યો. આ ફીચર Android અને iPhone બંને પર કામ કરે છે.





















