(Source: ECI/ABP News/ABP Majha)
YouTubeનુ આ ખાસ ફિચર હવે નહીં દેખાય, દુરપયોગ થવાના કારણે કંપનીએ લીધો કાઢી નાંખવાનો નિર્ણય, જાણો વિગતે
કંપની વીડિયો મેકર્સને નિરાશાથી બચાવવા માટે આ ફિચર લઇને આવી રહી છે. આવુ એટલા માટે કરવામા આવી રહ્યું છે કેમકે કંપનીનુ માનવુ છે કે કેટલાક લોકો જાણીજોઇને ક્રિએટર્સ અને ચેનલના વીડિયોના રેટિંગને નીચે પાડવા માટે આવુ કરતા હોય છે. આમાં કેટલીય પૉલિટિકલ ઓર્ગેનાઇઝેશન પણ સામેલ છે, જે પોતાના વિપક્ષીઓના યુટ્યૂબ વીડિયોને જાણી જોઇને ડિસ્લાઇક કરે છે.
નવી દિલ્હીઃ Googleના વીડિયો પ્લેટફોર્મ YouTube પર બહુ જલ્દી એક ખાસ ફિચર આવી શકે છે. જેના દ્વારા યૂઝર્સ યુટ્યૂબ પર મળેલા ડિસલાઇકને બીજાઓથી હાઇડ કરી શકશે. કંપની વીડિયો મેકર્સને નિરાશાથી બચાવવા માટે આ ફિચર લઇને આવી રહી છે. આવુ એટલા માટે કરવામા આવી રહ્યું છે કેમકે કંપનીનુ માનવુ છે કે કેટલાક લોકો જાણીજોઇને ક્રિએટર્સ અને ચેનલના વીડિયોના રેટિંગને નીચે પાડવા માટે આવુ કરતા હોય છે. આમાં કેટલીય પૉલિટિકલ ઓર્ગેનાઇઝેશન પણ સામેલ છે, જે પોતાના વિપક્ષીઓના યુટ્યૂબ વીડિયોને જાણી જોઇને ડિસ્લાઇક કરે છે.
જાણી જોઇને કરાયેલા ડિસલાઇક પર લાગશે લગામ....
એક રિપોર્ટનુ માનીએ તો જાણી જોઇને કરવામા આવેલા ડિસલાઇક પર લગામ લગાવવા માટે કંપની આ ફિચર લાવી રહી છે. હજુ YouTubeના લાઇક અને ડિસલાઇક મેકર્સના પેજ પર સ્પષ્ટરીતે દેખાઇ રહ્યાં છે. પરંતુ આ ફિચર આવ્યા બાદ માત્ર લાઇક બટન જ દરેકને દેખાશે.
ફિડબેક માટે આપવામાં આવ્યુ લાઇક ડિસલાઇક બટન....
કંપનીનુ માનવુ છે કે YouTubeના ડિસલાઇક બટનનો વીડિયો મેકર્સ પર નકારાત્મક અસર પાડે છે. કંપનીએ YouTubeમાં લાઇક અને ડિસલાઇક બટન એટલા માટે આપ્યુ હતુ, જેથી વ્યૂઅર્સને ફિડબેક મળી શકે, અને વીડિયોના રિસ્પૉન્સની ખબર પડી શકે. પરંતુ આનો યૂઝ ખોટી રીતે કરવામાં આવી રહ્યો છે, આ કારણથી કંપનીએ ડિસલાઇક બટનને હાઇડ કરવાનો ફેંસલો કર્યો છે.
હવે YouTube વીડિયોથી પણ ખરીદી શકાશે કોઇપણ વસ્તુ...
સૌથી મોટા વીડિયો પ્લેટફોર્મ Youtube પર હવે યૂઝર્સ ખરીદી પણ કરી શકશે. કંપની એક નવુ ફિચર લઇને આવી છે, હાલ આનુ ટેસ્ટિંગ ચાલી રહ્યું છે. આ ફિચરની મદદથી યૂઝર્સ વીડિયોથી શૉપિંગ કરી શકશે. અમેરિકામાં આ ફિચરનુ ટેસ્ટિંગ એન્ડ્રોઇડ, આઇઓએસ અને વેબ પર લિમીટેડ યૂઝર્સ સાથે કરવામાં આવી રહ્યું છે.
કંપનીએ આ ફિચરની ડિટેલ શેર કરી છે. કંપનીએ કહ્યું કે, Youtubeના આ નવા ફિચર્સથી વ્યૂઅર્સને વીડિયોમાં દેખાઇ રહેલી કોઇપણ વસ્તુ કે પ્રૉડક્ટ્સની જાણકારી મળશે અને તે આને આસાનીથી ખરીદી શકશે.
મળશે પ્રૉડક્ટ્સની તમામ જાણકારી
Youtubeના આ નવા ફિચરથી વ્યૂઅર્સ શૉપિંગ બેગ આઇકૉન પર ક્લિક કરીને પસંદગીની પ્રૉડક્ટ્સનુ એક લિસ્ટ જોઇ શકશે, જે વીડિયોના બૉટમમાં દેખાશે. બેગ આઇકૉન પર ક્લિક કરતા વ્યૂઅર્સ પ્રૉડક્ટ્સ ખરીદવા માટે વધુ માહિતીની સાથે તમામ ડિટેલ હાંસલ કરી શકશે.