YouTube પર માત્ર 1000 વ્યૂઝથી નથી મળતા પૈસા, આવી છે કમાણીની આખી મેથડ, જાણી લો તમે પણ.....
આજે અમે તમને જણાવીશું કે YouTube તમને કેવી રીતે પેમેન્ટ કરે છે, એટલે કે કેટલા વ્યૂઝ પર તમને કેટલા પૈસા મળશે.
![YouTube પર માત્ર 1000 વ્યૂઝથી નથી મળતા પૈસા, આવી છે કમાણીની આખી મેથડ, જાણી લો તમે પણ..... YouTube Earning: how much payment you will get on 1000 views in youtube YouTube પર માત્ર 1000 વ્યૂઝથી નથી મળતા પૈસા, આવી છે કમાણીની આખી મેથડ, જાણી લો તમે પણ.....](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/07/26/b5e3de6ce81bfe0f7d65a2f5b2898057169035093494977_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
How Much Does YouTube Pay for 1000 View? એક સમય હતો જ્યારે વ્યક્તિ બે ટાઈમ ખાવા માટે દિવસ-રાત મહેનત કરતો હતો, ત્યારે સુવિધાઓ અને ટેક્નૉલોજી આજના જેવી ન હતી. આજે લોકો સ્માર્ટ રીતે પૈસા કમાઈ રહ્યા છે. યુટ્યુબના આગમન પછી તો લોકો હવે ઘરે બેસીને પોતાની કન્ટેન્ટ ક્રિએટ કરીને લાખો-કરોડોમાં કમાઈ રહ્યાં છે. એવા કેટલાય યુટ્યુબર્સ છે જેમને યુટ્યુબે કમાણીનું મોટુ પ્લેટફોર્મ પૂરું પાડ્યું અને આજે તેઓ બૉલીવુડ, ફાઇનાન્સ વગેરે જેવા અન્ય ક્ષેત્રોમાં કામ કરવાનું શરૂ કર્યું છે. યુટ્યુબની ક્ષમતાને જોતા આજે દરેક યુવા એક યા બીજા સમયે વિચારે છે કે યુટ્યુબ ચેનલ કેમ ના બનાવીએ. યુટ્યુબ ચેનલને લઈને લોકોના મનમાં કેટલાય પ્રશ્નો છે. જેમ કે 1000 વ્યૂ પર કેટલી કમાણી થશે ? આ સિવાય બીજું ઘણું બધું.....
આજે અમે તમને જણાવીશું કે YouTube તમને કેવી રીતે પેમેન્ટ કરે છે, એટલે કે કેટલા વ્યૂઝ પર તમને કેટલા પૈસા મળશે.
સમજો આ વાત -
જુઓ, YouTubeથી તમારી કમાણી કેટલી થશે તે કોઈ તમને કહી શકશે નહીં કારણ કે આ આખી રમત વીડિયો પર ચાલી રહેલા સીન અને જાહેરાતો પર આધારિત છે. ઘણી જગ્યાએ એવો દાવો કરવામાં આવે છે કે YouTube 1,000 વ્યૂ માટે 1,500 રૂપિયા આપે છે. ઘણી જગ્યાએ તે 1,000 કહેવામાં આવે છે પરંતુ તે એવું નથી. જુઓ એ વાત સાચી છે કે તમે માત્ર વ્યૂઝથી જ કમાણી કરો છો, પરંતુ આમાં જાહેરાતોની મહત્વની ભૂમિકા છે.
જેમ કે જો કોઈ વીડિયો પર 10,000 વ્યૂઝ આવ્યા હોય અને તેના પર એડ ઓછી ચાલી હોય અથવા લોકોએ એડ છોડી દીધી હોય, તો આ કિસ્સામાં તમારી કમાણી ઓછી થશે. બીજીબાજુ જો કોઈ વીડિયો પર 5,000 કે 2,000 વ્યૂઝ હોય, પરંતુ તેના પર ચાલતી જાહેરાતોની કિંમત વધારે હોય અને દરેકે તેને જોઈ હોય, તો આ કિસ્સામાં 2,000 વ્યૂઝવાળાની કમાણી 10,000 વ્યૂઝ વધુ હશે. 1,000 વ્યૂઝ માટે YouTube કેટલા પૈસા ચૂકવે છે, તો વર્ષ 2022ના ડેટા અનુસાર, અમેરિકામાં યુટ્યુબરોએ દર મહિને લગભગ 4600 (લગભગ રૂ. 3,77,234) ડૉલર કમાણી કરી છે. જો તમે સરેરાશ જુઓ તો કંપની 1,000 વ્યૂ માટે ક્રિએટર્સ 18 ડૉલર (લગભગ રૂ. 1558) ચૂકવે છે. ધ્યાન રહે તમારી કન્ટેન્ટ, જાહેરાતો અને સીન પર આધારિત છે. તમે કઇ સીરીઝની કન્ટેન્ટ બનાવો છો, તે ચૂકવણીમાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
ઉદાહરણ તરીકે, જો તમે કોઈ લડાઈને લગતા સમાચાર અથવા વિઝ્યૂઅલ બતાવો છો, તો આવક આપોઆપ ઘટી જાય છે અને તે લિમીટેડ કેટેગરીમાં જાય છે. બીજીબાજુ જો કૉમેડી સાથે સંબંધિત કોઈ વીડિયો હોય, તો તે સારી કમાણી કરી શકે છે. જો તમે પણ તમારી YouTube ચેનલ શરૂ કરવાનું વિચારી રહ્યા છો, તો ધ્યાનમાં રાખો કે કન્ટેન્ટ મૂળ ખુદની હોવી જોઈએ. જો તમે સખત મહેનત કરો છો અને યોગ્ય કન્ટેન્ટ લોકો સુધી પહોંચાડો છો, તો તમે માસિક 5 અંક સુધી કમાઈ શકો છો.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)