(Source: ECI/ABP News/ABP Majha)
Youtube શૉર્ટ્સ બનાવીને તમે પણ કરો તગડી કમાણી, જાણો શું છે મૉનેટાઇઝેશનનો નિયમ
સૌથી પહેલા અમે તમને બતાવી રહ્યાં છીએ કે યુટ્યૂબ શૉર્ટ વીડિયોથી જો તમે પૈસા કમાવવા માંગો છો તો આના માટે તમારે યુટ્યૂબની સાથે એક નવો કૉન્ટ્રાક્ટ સાઇન કરવો પડશે.
Youtube Shorts: ગૂગલનુ વીડિયો શેરિંગ પ્લેટફોર્મ યુટ્યૂબ નવા વર્ષે યૂઝર્સ માટે નવી નવી સગવડો લાવી રહ્યું છે, હવે આ કડીમાં એક મોટી અને સારી ખબર સામે આવી છે. ખરેખરમાં હવે કન્ટેન્ટ ક્રિએટર્સ યુટ્યૂબ શૉર્ટ દ્વારા પણ તગડી કમાણી કરી શકે છે, લાખો રૂપિયા કમાઇ શકે છે. ગૂગલે આજે આની જાહેરાત કરી દીધી છે. 1 લી ફેબ્રુઆરી બાદ યૂઝર્સને આનો લાભ મળશે, એટલેકે 1 લી ફેબ્રુઆરી બાદ જો તમે યુટ્યૂબ શૉર્ટની મૉનેટાઇઝેશન પૉલીસીને પાસ કરો છો, તો તમે આનાથી સારી કમાણી કરી શકો છો. આ વાત આપણે બધા જાણીએ છીએ કે યુટ્યૂબ પર મૉનેટાઇઝેશન માટે ચેનલ પર 1000 સબ્સક્રાઇબર અને 4000 કલાક વૉચ અવરનો ટાઇમ હોવો જરૂરી છે, પરંતુ યુટ્યૂબ શૉર્ટ્સ માટે મૉનેટાઇઝેશન પૉલીસ એકદમ અલગ છે, જાણો શું છે યુટ્યૂબ શૉર્ટની નવી પૉલીસી.....
સૌથી પહેલા અમે તમને બતાવી રહ્યાં છીએ કે યુટ્યૂબ શૉર્ટ વીડિયોથી જો તમે પૈસા કમાવવા માંગો છો તો આના માટે તમારે યુટ્યૂબની સાથે એક નવો કૉન્ટ્રાક્ટ સાઇન કરવો પડશે. એટલે કે તમારે યુટ્યૂબને બતાવવું પડશે કે તમે શૉર્ટ વીડિયોથી પૈસા કમાવવા માંગો છો કે નહીં. શૉર્ટ્સને મૉનેટાઇઝ કરવા માટે તમારે યુટ્યૂબના શૉર્ટ્સ મૉનેટાઇઝેશન મૉડ્યૂલ એક્સેપ્ટ કરવું પડશે. આ માટે તમારે 1 લી ફેબ્રુઆરીથી 10 જુલાઇ સુધીનો સમય મળશે, જો તમે આને એક્સેપ્ટ કરો છો, તો તમારી કમાણી શરૂ થઇ જશે. અન્યથા તમે આ પ્રૉગ્રામમાંથી બહાર થઇ જશો.
શૉર્ટ્સ મૉનેટાઇઝ ત્યારે થશે જ્યારે......
જો કોઇ કન્ટેન્ટ ક્રિએટર પોતાના શૉર્ટ્સને મૉનેટાઇઝ કરવા માંગે છે, તો તેને સૌથી પહેલા યુટ્યૂબ પર નવા પાર્ટનર પ્રૉગ્રામને એક્સેપ્ટ કરવો પડશે. આ પછી કન્ટેન્ટ ક્રિએટરના શૉર્ટ્સ પર છેલ્લા 90 દિવસોમાં 10 મિલિયન વ્યૂઝ હોવા જોઇે. ધ્યાન રહે, શૉર્ટ્સની વ્યૂઅરશીપને 4000 કલાકનો વૉચ અવરમાં નથી જોડવામાં આવતી, એટલે કે શૉર્ટ્સના વ્યૂઝ અલગ ગણાશે અને ચેનલના અલગ.
ગૂગલના આ નવા મૉડ્યૂલથી કન્ટેન્ટ ક્રિએટર્સને પૈસા કમાવવાની વધુ ફ્લેક્સેબિલિટી મળશે, કન્ટેન્ટ ક્રિએટર કૉન્ટ્રાક્ટને સાઇન કર્યા બાદ મૉનેટાઇઝેશન માટે એપ્લાય કરી શકે છે. ધ્યાન રહે, જો તમે 10 જુલાઇ, 2023 થી પહેલા YPP ને એક્સેપ્ટ નથી કરતા, તો તમને યુટ્યૂબ પાર્ટનર પ્રૉગ્રામમાંથી હટાવી દેવામા આવશે, અને એગ્રીમેન્ટને ટર્મિનેટ કરી દેવામાં આવશે.