શોધખોળ કરો
Advertisement
અમિત શાહ વિરુદ્ધ ચૂંટણી પંચમા AAPની ફરિયાદ, પ્રતિબંધ લગાવવાની કરી માંગ
આમ આદમી પાર્ટીના નેતા સંજય સિંહે કહ્યું કે, અમિત શાહ પોતાના સાંસદો સાથે મળીને નકલી વીડિયો નાખીને દિલ્હીના સ્કૂલના બાળકો અને તેમના વાલીઓ, શિક્ષકોનું અપમાન કરી રહ્યા છે
નવી દિલ્હીઃ દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં મતદાનનો દિવસ નજીક આવી રહ્યો છે તેમ તેમ વિવાદ વધી રહ્યા છે. કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહના નિવેદન વિરુદ્ધ આમ આદમી પાર્ટીએ ચૂંટણી પંચમાં ફરિયાદ કરવા જઇ રહી છે અને તેમના પર પ્રતિબંધ લગાવવાની માંગ કરી છે. આમ આદમી પાર્ટીના નેતા સંજય સિંહે કહ્યું કે, અમિત શાહ પોતાના સાંસદો સાથે મળીને નકલી વીડિયો નાખીને દિલ્હીના સ્કૂલના બાળકો અને તેમના વાલીઓ, શિક્ષકોનું અપમાન કરી રહ્યા છે. આ કારણે અમિત શાહના ચૂંટણી પ્રચાર પર 48 કલાકનો પ્રતિબંધ મુકવામાં આવશે.
ભાજપ સાંસદ પ્રવેશ વર્માના નિવેદન પર સંજય સિંહે કહ્યું કે, પ્રવેશ વર્માએ આપતિજન્નક ટિપ્પણી અરવિંદ કેજરીવાલની વિરોધમાં છે જે શિક્ષણનું કામ કરી રહ્યા છે. તેમને ભાજપના સાંસદ આતંકવાદી કહે છે જે લોકોની સારવાર કરાવે છે. શહીદી પર એક કરોડ રૂપિયાનું વળતર આપે છે તેમના પર આ રીતે વાત કરે છે. કેજરીવાલને જેટલી ગાળો આપે છે પ્રજા મતથી તેનો જવાબ આપશે. ચૂંટણી પંચને આ અગાઉ ભડકાઉ નિવેદનને લઇને ભાજપના સાંસદ પ્રવેશ વર્મા અને કેન્દ્રિય મંત્રી અનુરાગ ઠાકુર પર એક્શન લેતા પાર્ટીના સ્ટાર કેમ્પેનર લિસ્ટમાંથી બહાર કરવાનો આદેશ આપ્યો છે. જોકે, બંન્ને નેતા હજુ પણ દિલ્હીમાં ચૂંટણી પ્રચાર કરશે.Aam Aadmi Party has filed a complaint to Chief Electoral Officer, Delhi against BJP MP Parvesh Verma demanding registration of an FIR against him for calling Delhi CM Arvind Kejriwal a "terrorist". (file pic) pic.twitter.com/JF4vgxr0MH
— ANI (@ANI) January 29, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
બિઝનેસ
બિઝનેસ
દુનિયા
Advertisement