તાજેતરમાં જેલમાંથી છુટેલો કુખ્યાત મુકેશ હરજાણી રાતે 11 વાગ્યાના અરસામાં હરણીરોડ પરવૃંદાવન ટાઉનશીપમાં રહેતા તેના મિત્ર પપ્પુ શર્માને મળવા આવ્યો હતો. તે મળીને પરત કારમાં બેસવા જતો હતો ત્યારે જ ધસી આવેલા અજાણ્યા હુમલાખોરોએ તેને આંતર્યો હતો. મુકેશ અને તેનો મિત્ર પપ્પુ શર્મા કંઇ સમજે તે પહેલા જ અજાણ્યા શખ્સોએ ઉપરાછાપરી 9 રાઉન્ડ ગોળીબાર કરતા અંધાધૂધી મચી ગઇ હતી.
2/5
છેલ્લા ઘણા દિવસોથી વિદેશી દારૂના ધંધા માટે બૂટલેગર ગેંગ સાથે મુકેશ હરજાણીને વિખવાદ ચાલી રહ્યો હતો. આ વિવાદ ચરમસીમાએ પહોંચ્યો હતો. ગેંગસ્ટર મુકેશ હરજાણી પર થયેલા ફાયરીંગ બાદ ડીસીબી પોલીસની એક ટીમ રાત્રે સાડા બાર વાગ્યે કુખ્યાત કલ્પેશ કાછીયાના ઘેર પહોંચી હતી અને એક કલાક સુધી કલ્પેશ કાછીયાના ઘરના દરવાજા ખખડાવ્યા હતા પણ ઘરમાંથી કોઇ પ્રતિસાદ ના મળતાં આખરે પોલીસ પરત ફરી હતી.
3/5
બનાવને પગલે ચકચાર મચી જવા પામી હતી. આસપાસના રહીશોના ટોળા ઉમટી પડયા હતા. મુકેશને તાબડતોબ કારમાં નાખીને મેટ્રો હોસ્પિટલમાં ખસેડાયો હતો. જો કે ફરજ પરના તબીબોએ તેને રાત્રે 12.40 મિનિટે મૃત જાહેર કર્યો હતો. પોલીસે મોડી રાતે નાકાબંધી કરી અજાણ્યા હત્યારાઓને પકડવા તજવીજ હાથ ધરી હતી. મોડીરાત્રે પોલીસ કમિશનર શશીધરન પણ મેટ્રો હોસ્પિટલ ખાતે દોડી ગયા હતા અને બનાવ અંગેની વિગતો મેળવી હતી. પોલીસે મુકેશ હત્યા પ્રકરણની તપાસ માટે ખાસ ટીમ બનાવી હતી.
4/5
ગોળીબારમાં 8 જેટલી ગોળીઓ મુકેશના શરીરમાં ઘૂસી ગઇ હતી. એક મિસ ફાયર થયું હતું. જેને પગલે મુકેશ હરજાણી લોહીલુહાણ હાલતમાં ઢળી પડ્યો હતો. ગેંગસ્ટર મુકેશ હરજાણીની હત્યા માટે તેના જ સાગરિતોએ પૂર્વયોજિત કાવતરુ કર્યું હોવાની વિગતો સપાટી પર આવ્યું હતું. મુકેશ બચી ન જાય તે માટે શાર્પશૂટરોએ પોઇન્ટ બ્લેન્ક રેંજથી માથામાં ગોળીઓ ધરબી દીધી હતી.
5/5
વડોદરાઃ વડોદરાના હરણી રોડ પર વૃંદાવન સોસાયટી પાસે મોડી રાત્રે 9 રાઉન્ડ ફાયરિંગ કરીને કુખ્યાત ગેન્ગસ્ટર મુકેશ હરજાણીની હત્યા કરી દેવાઈ છે. આ બનાવને પગલે સમગ્ર શહેરમાં ચકચાર મચી જવા પામી છે.