શોધખોળ કરો
વડોદરામાં મોંઘી કારમાં આગ લાગતાં ભડથું થઈ ગયેલા બિલ્ડરના મોતને મામલે થયો એવો ખુલાસો કે જાણીનં ચોંકી જશો
1/5

ડ્રાઈવર સીટની બાજુના ખાનામાં મોબાઈલ ફોન મૂકેલો હતો, આગની ઘટના પછી આ સ્થળે જ ફોન ઓગળી ગયો હતો. ફોનને ટચ કરવાનો પ્રયત્ન જ થયો નથી. ફોરેન્સિકલી ઈન્વેસ્ટિગેશન બાદ નિષ્ણાત એસ.એસ. ગોંડલિયાએ જાહેર કર્યું છે કે, બિલ્ડર મિહિર પંચાલ બેશુદ્ધ અવસ્થામાં હતા ત્યારે આ ઘટના સર્જાઈ હતી.
2/5

વડોદરાઃ અંકોડિયામાં એન્ડેવર કારમાં ભેદી રીતે લાગેલી આગમાં ભડથું થઇ ગયેલા બિલ્ડર મીહિર પંચાલની બુધવારે અંતિમક્રિયા કરાઇ હતી. આજે એફએસએલ, ઇન્સ્યોરન્સની ટીમ અને વિધાનસભા વિરોધપક્ષના નેતાએ સ્થળ નિરીક્ષણ કર્યું હતું. સ્થળ અને સ્થિતિનું નિરીક્ષણ કર્યા બાદ એફએસએલના નિષ્ણાત એસ.એસ. ગોંડલિયા સ્પષ્ટ શબ્દોમાં જણાવે છે કે, જ્યારે કાર સળગી ત્યારે બિલ્ડર બેશુદ્ધ અવસ્થામાં હતા. બચવાનો ચાન્સ મળ્યો નથી. એફએસએલ અધિકારીના આ સ્ફોટક બયાનથી સમગ્ર પ્રકરણમાં નવો વળાંક આવ્યો છે અને કોકડું ઉકેલાવાના બદલે વધુ ને વધુ ગૂંચવાઈ રહ્યું છે.
Published at : 22 Nov 2018 10:06 AM (IST)
View More





















