શોધખોળ કરો
પારૂલ યુનિવર્સિટી રેપકાંડમાં નવો વળાંક, જયેશ પટેલને કેમ મળ્યા જામીન, જાણો કારણ
1/5

જુલાઈ 2016થી આરોપી જયેશ પટેલ જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યો હતો. જયેશ પટેલે રેગ્યુલર જામીન માંગ્યા હતા પરંતુ હાઈકોર્ટે જયેશ પટેલ વિરુદ્ધ ટ્રાયલની પ્રક્રિયા ઝડપી કરવા ટ્રાયલ કોર્ટને નિર્દેશ આપ્યા હતા જેના કારણે જયેશ પટેલના સલાહકારે રેગ્યુલર જામીન માટે અરજી ન કરતા તબીબી સારવાર કરવાના કારણોસર જામીન માગ્યા છે.
2/5

કોર્ટે આરોપીને જામીન દરમિયાન મોબાઇલ, લેપટોપ સહિતની વસ્તુનો ઉપયોગ ન કરવા પણ આદેશ આપ્યો છે. ઉલ્લેખનીય છે કે પારૂલ યુનિવર્સિટીમાં 22 વર્ષની નર્સિંગની વિદ્યાર્થિનીએ જયેશ પટેલ પર રેપનો આરોપ લગાવ્યો હતો.
Published at : 01 May 2018 09:53 AM (IST)
Tags :
Parul University Rape CaseView More





















