શોધખોળ કરો
વડોદરાઃ નકલી ED ઓફિસર બનીને આવેલા ગઠિયા ક્યા ઉદ્યોગપતિની લક્ઝરીયસ કાર ઉઠાવી ગયા?
1/7

તેઓ પણ 15 મિનીટ સુધી નહીં આવતાં બન્ને જણાએ બંગ્લાના દરવાજા પાસેના કિ બોક્સમાંથી ઔડી કારની ચાવી લઈ ગાડી ચાલુ કરીને ફરાર થઈ ગયા હતાં. આ અંગે ફોન કરી જાણ કરતાં તેમણે ઈડી અને આરટીઓમાં તપાસ કરી હતી. પરંતુ બન્ને જગ્યાએ ઔડી કાર લઈ નહીં ગયા હોવાનું બહાર આવ્યું હતું.
2/7

ઇડીના અધિકારીઓના સ્વાંગમાં આવેલા બંન્ને ગુજરાતીમાં બોલતાં હતા. તેણે સિક્યુરીટી ગાર્ડ રામસિંઘ બારીયાને અમિતભાઈની ઔડી કાર આરટીઓમાં ઈન્સ્પેક્શન માટે લઈ જવાની છે. તમારો ડ્રાઈવર બોલાવો તેમ કહેતાં રામસિંઘે ડ્રાઈવર કરસન રાઠવાને ફોન કર્યો હતો. જોકે તે તાત્કાલિક આવી શકે તેમ નથી તેવું કહેતા બન્ને જણાં બીજા ડ્રાઈવર ભરતભાઈ ચાવડાની રાહ જોઈ ઉભા હતાં.
Published at : 06 May 2018 10:36 AM (IST)
View More





















