શોધખોળ કરો
વડોદરાની MS યુનિવર્સિટીની ચૂંટણીમાં કોંગ્રેસના વિદ્યાર્થી નેતાની જીત, ભાજપના વિદ્યાર્થી નેતાને મળેલા મત જાણીને લાગશે આઘાત
1/4

વિદ્યાર્થી સંઘની યોજાયેલી ચૂંટણીમાં યુનિવર્સિટી જી.એસ. અને વી.પી. માટે એન.એસ.યુ.આઇ., એ.બી.વી.પી. અને વી.વી.એસ.- જય હો ગૃપના ગંઠબંધન વચ્ચે જંગ ખેલાયો હતો. આ જંગમાં એન.એસ.યુ.આઇ.ના જી.એસ.ના ઉમેદવાર વ્રજ પટેલ અને વી.વી.એસ.-જય હો ગૃપ ગઠબંધનના વી.પી.ના ઉમેદવાર સલોની મિશ્રાનો ભવ્ય વિજય થયો હતો. જ્યારે એ.બી.વી.પી.ના જી.એસ.ના ઉમેદવાર રાહુલ ઝીંઝાલા અને વી.પી.ના ઉમેદવાર અનિષા મિશ્રાનો કારમો પરાજય થયો હતો. આ ઉપરાંત વી.વી.એસ.-જય હો ગંઢબંધનના જી.એસ.ના ઉમેદવાર હર્ષલ ચૌધરી અને એન.એસ.યુ.આઇ.ના વી.પી.ના ઉમેદવાર ઝીલ બ્રહ્મભટ્ટને પણ પરાજયનો સામનો કરવો પડ્યો હતો.
2/4

મોડી સાંજે જાહેર થયેલા પરિણામમાં યુ.જી.એસ. તરીકે ચૂંટાઇ આવેલા વ્રજ પટેલ અને વી.પી. તરીકે ચૂંટાઇ આવેલ સલોની મિશ્રાના તેમના સમર્થકો દ્વારા કેમ્પસમાં ભવ્ય વિજય સરઘસ કાઢવામાં આવ્યા હતા.એબીવીપીના ઉમેદવારને 1222 વોટ મળ્યાં હતા, જ્યારે નોટાને 1307 સ્ટુડન્ટ્સે વોટ આપ્યો હતો. એનએસયુઆઈના વ્રજ પટેલની 650 મતથી જીત થઈ હતી. વાઇસ પ્રેસિડેન્ટ પોસ્ટ માટે એબીવીપી ઉમેદવાર અનિષા મિશ્રાને 1285 જ્યારે નોટાને 1303 વોટ મળ્યા હતા.
Published at : 25 Aug 2018 09:53 AM (IST)
View More





















