શોધખોળ કરો
(Source: Poll of Polls)
વડોદરાઃ સ્કૂલમાં બે વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી થતાં થઈ વિદ્યાર્થીની હત્યા, હત્યારો ફરાર
1/10

2/10

વડોદરાઃ બરાનપુરાની ભારતી વિદ્યાલયના બાથરૂમમાંથી નવમાં ધોરણના વિદ્યાર્થીની લાશ મળતાં ચકચાર મચી ગઈ છે. વિદ્યાર્થીની હત્યા કરી હોવાની આશંકા હાલ સેવવામાં આવી રહી છે. કારણ કે વિદ્યાર્થીના માથા અને શરીરના ભાગે તિક્ષ્ણ હથિયારના ઘા માર્યા હોવાના નિશાન મળી આવ્યા છે. આ ઘટનાને કારણે લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે.
3/10

4/10

5/10

6/10

7/10

8/10

આ અંગેની વિગતો એવી છે કે, ધોરણ નવમાં અભ્યાસ કરતાં દેવ ભગવાનભાઈ તડવી નામના વિદ્યાર્થીની સ્કૂલના બાથરૂમમાંથી લાશ મળી આવી છે. હાલ પોલીસ ઘટનાસ્થળે તપાસ કરી રહી છે. બીજી તરફ લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે પહોંચી ગયા છે. પોલીસના જણાવ્યા પ્રમાણે બે વિદ્યાર્થી વચ્ચે મારામારી થતાં હત્યા કરાઈ હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.
9/10

10/10

પોલીસે આ શંકાને આધારે અન્ય વિદ્યાર્થીની શોધખોળ હાથ ધરી છે. ઘટનાસ્થળ નજીકની પાછળના ભાગથી સ્કૂલ બેગ પણ મળી આવી છે. આ સ્કૂલ બેગમાં કટાર પડેલી છે. વિદ્યાર્થી સ્કૂલના સમય પહેલાં આવ્યો હતો અને આ દરમિયાન અન્ય વિદ્યાર્થી સાથે ઝઘડો થતાં દેવની હત્યા કરી હોવાનું સામે આવી રહ્યું છે.
Published at : 22 Jun 2018 01:25 PM (IST)
Tags :
Student MurderView More
Advertisement





















