2G કેસઃ પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહે કહ્યું- "કોર્ટના ચુકાદાથી હું ખુશ છું, BJP કુપ્રચારનો જવાબ મળ્યો"
નવી દિલ્હીઃ 2જી સ્પેક્ટ્રમ કૌભાંડમાં કોર્ટે તમામ આરોપીઓને નિર્દોષ છોડી મુક્યા હતા. પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહે આ મામલે પ્રતિક્રિયા આપી હતી. પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહે કહ્યું કે, આ ચુકાદાથી હું ખૂબ ખુશ છું. બીજેપીની કુપ્રચારનો જવાબ મળ્યો છે.
UPA-2ના કાર્યકાળ દરમિયાન વડાપ્રધાન રહેલા મનમોહનસિંહે કહ્યું કે, 2જીને લઇને બીજેપી તરફથી જેને જાણીજોઇને પ્રોપેગ્રેન્ડા ફેલાવવામાં આવ્યો હતો. તમામ આરોપો ખરાબ ઇરાદાથી લગાવવામાં આવ્યા હતા. અમે કોર્ટના નિર્ણયનું સન્માન કરીએ છીએ. યુપીએ સરકાર વિરુદ્ધ કુપ્રચાર કરવામાં આવ્યો હતો. કોર્ટના નિર્ણયથી આરોપો પાયાવિહોણા સાબિત થયા છે. ખરાબ ઇરાદાથી આરોપો લગાવવામાં આવ્યા હતા.
આ મામલે સરકાર તરફથી નાણામંત્રી અરુણ જેટલીએ પ્રતિક્રિયા આપી હતી. જેટલીએ કહ્યું કે, રજી સ્પેક્ટ્રમમાં અનિયમિતતા થઇ હતી. ખોટી રીતે ફાળવવાના કારણે નુકસાન થયું છે. તેમણે કહ્યું કે, હરાજી મારફતે લાયસન્સ આપવામાં આવ્યા નહોતા અને સુપ્રીમ કોર્ટે પણ આ પ્રક્રિયાને ખોટી માની હતી. જેટલીએ કહ્યું કે, જ્યારે અમારી સરકારે હરાજી કરી તો વધુ પૈસા મળ્યા હતા.
જેટલીએ કહ્યુ કે, કોગ્રેસે નિયમ બદલીને સ્પેક્ટ્રમની હરાજી કરી હતી. કોગ્રેસે વહેલા તે પહેલાના ધોરણનો નિયમ લાગુ કર્યો હતો. સ્પેક્ટ્રમની યોગ્ય રીતે હરાજી થઇ હોત તો વધુ રૂપિયા મળ્યા હોત. કોર્ટના આ નિર્ણય બાદ તપાસ એજન્સીઓ અભ્યાસ કરશે જેથી આ ચુકાદાને કોગ્રેસ સર્ટિફિકેટ નામ સમજે.