(Source: ECI/ABP News/ABP Majha)
રાજકોટઃ પાટીદાર યુવક પર એસિડ અટેક, CCTVમાં ઘટના કેદ
રાજકોટઃ રાજકોટમાં એક પટેલ યુવક પર ગઇકાલે રાત્રે એસિડ હુમલો થયાની ઘટના સામે આવી છે. સામાકાંઠા વિસ્તારમાં રહેતા અને લાતી પ્લોટમાં ઇમિટેશનનું કારખાનું ધરાવતા ધર્મેશ પટેલ પર અજાણ્યા શખ્સે એસિડથી હુમલો કર્યો હતો. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે.
મળતી વિગતો પ્રમાણે, લોતી પ્લોટમાં રોયલ પોલીટેક નામનું ઇમિટેશનનું કારખાનું ધરાવતો ધર્મેશ લલિતભાઇ સંઘાણી ગઇકાલે રાત્રે કારખાના નજીક કારમાંથી બહાર નીકળી રહ્યો હતો ત્યારે બુકાનીધારી એક વ્યક્તિએ એસિડ ફેંક્યો હતો. આ હુમલામાં ધર્મેશને મોઢા, ડાબા હાથે, ખભા પર, હાથ અને પગ પર ગંભીર ઇજાઓ પહોંચી હતી. બનાવની જાણ થતાં કારખાનામાં કામ કરતા લોકોએ પાણી છાંટ્યું હતું અને સારવાર માટે સિવિલ હોસ્પિટલે ખસેડ્યો હતો. બાદમાં વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યો હતો. બનાવમાં બી ડિવીઝન પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.