ટિકીટ ન મળતા ધ્રૂસ્કેને ધ્રૂસ્કે રડી પડ્યા ભાજપના નેતા, જુઓ વીડિયો
લખીમપુર ખીરી: સમાજવાદી પાર્ટીમાંથી ભાજપમાં શામેલ થયેલા પદાધિકારીઓને ટીકિટ ન મળતા તેમની નારાજગી સ્પષ્ટ દેખાઈ છે. આવા નારાજ દાવેદારોએ પ્રેસ કોંફરંસ કરી હતી. આ દરમિયાન લખીમપુર ખીરીની ધૌરહરા વિધાનસભા સીટથી જેનું નામ સૌથી વધુ વધુ ચર્ચાતુ હતું તે વિનોદ અવસ્થીનું દુખ તેમની આંખોમાં છલકાઈ ગયું. અને તે મીડિયાની સામે પાર્ટીની ફરિયાદો કરતા કરતા ધ્રૂસ્કે ને ધ્રૂસ્કે રોઈ પડ્યા હતા.
વિનોદ અવસ્થીએ પાર્ટીના એક નેતા પર નામ લીધા વિના પૈસા આપીને ટિકીટ લેવાનો આરોપ લગાવ્યો હતો.
વિનોદ અવસ્થીએ જણાવ્યું કે તે 2012ની ચૂંટણીમાં થોડા જ વોટોથી હારી ગયા હતા. તે પથી તેમણે પોતાના ક્ષેત્રના ગરીબો, ખેડૂતો, દલિતો અને પછાત વર્ગો માટે સતત કામ કર્યુ છે.
પાર્ટીના સર્વેનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે સર્વે અનુસાર તે આખા મતવિસ્તારમાં સૌથી મોખરે હતા. એવામાં તેમણે જિલ્લા અને પ્રદેશ સહિત રાષ્ટ્રીય કારોબારીના ઘણા મોટા નેતાઓએ પહેલાથી જ તેમને અભિનંદન પાઠવ્યા હતા.
પણ પાર્ટી તેમની ટીકિટ એક બહારના વ્યક્તિને આપી દીધી છે. અવસ્થીના મતે તેમના સમર્પણનું અપમાન છે. આ વાત કહેતા કહેતા તે અચાનક ભાવુક થઈ ગયા અને તે રડી પડ્યા હતા. છેલ્લા એક દાયકાથી તે ધોરહારામાં પાર્ટી માટે કામ કરી રહ્યા છે તેમ જણાવ્યું હતું. ક્ષેત્રની જનતા ઈચ્છતી હતી તે તેમને ટીકિટ મળે તેવો દાવો તેમણે કર્યો હતો.