(Source: ECI/ABP News/ABP Majha)
આ સલૂનમાં મીણબતીથી કાપવામાં આવે છે વાળ, જુઓ VIDEO
ગુલબર્ગા: આપ ધણી વખત હેરસલૂનમાં વાળ કપાવવા માટે જતા હશો, ત્યા વાળંદ તમારા વાળનું કટિંગ સામાન્યરીતે કાતરથી કરતા હશે, પરંતુ શું તમે ક્યારેય કાતરની જગ્યાએ મીણબતીથી વાળનું કટિંગ કરાવ્યું છે. આ વાત તમે એકદમ ચોંકાવનારી અને હેરાન લાગશે, પરંતુ આ રીતે મીણબતીથી કટિંગ કરવામાં આવી રહ્યુ છે કર્નાટકના ગુલબર્ગામાં.
અહિંયા એક વ્યક્તિ મીણબતીની મદદથી તેને ત્યા આવેલા ગ્રાહકોના વાળનું કટિંગ કરે છે. ખાસ વાત એ છે કે લોકોને આ પ્રકારની ટેકનીકથી વાળ કપાવવામાં કોઈ તકલીફ નથી ઉભી થતી પરંતુ લોકો આ ટેકનીકનો ખૂલ્લા દિલથી આવકાર કરે છે. ગુલબર્ગના શાહબાદ ગામમાં દશરથ નામનો એક વાળંદ આ પ્રકારની ટેકનીકથી વાળ કપાવવામાં જાણીતો થઈ ગયો છે.
રાજ મેન્સના નામથી પાર્લર ચલાવતા દશરથના આ પ્રકારના વાળ કટિંગના ગામથી દૂર પણ ચર્ચાઓ થવા લાગી છે. દશરથ કહે છે તે પહેલા વાળને મીણબતીથી સળગાવે છે બાદમાં સ્ટાઈલથી કાંપે છે. દશરથ આ ટેકનિકનો ઉપયોગ લગભગ છેલ્લા છ વર્ષથી કરી રહ્યો છે. આ પ્રકારના કટિંગ વિશે જણાવતા દશરથ કહે છે કે એક વખત લાઈટ જતી રહેતા એક ગ્રાહકના વાળ મીણબતીની મદદથી કાપ્યા હતા. ત્યરબાદ આ રીતે વાળ કાપવાની શરૂઆત કરી.