Veraval Murder Case : વેરાવળમાં યુવકની છરીના ઘા મારી હત્યા, કારણ જાણીને ચોંકી જશો
Veraval Murder Case : વેરાવળમાં યુવકની છરીના ઘા મારી હત્યા, કારણ જાણીને ચોંકી જશો
ગીર સોમનાથના વેરાવળમાં યુવકની ત્રણ શખ્સોએ હત્યા કરી નાંખતા ખળભળાટ મચી ગયો છે. પોલીસે 3 આરોપીઓ સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરી છે. આ અંગે મળતી વિગતો પ્રમાણે, વેરાવળના સુપાસી ગામના ફાટક નજીક કપડાં ધોવાના રૂપિયાની લેતી દેતી મામલે યુવકની હત્યા થઈ છે. મંડપના કાપડ ધોવાનું કામ કરનાર યુવકની હત્યા કરી નાંખવામાં આવી છે. માત્ર 15 હજાર રૂપિયાની લેતી દેતી મામલે હત્યા થઈ જતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. પૈસાની લેતીદેતીમાં યુવકની છરીના ઘા મારીને હત્યા નીપજાવી આરોપી ફરાર થઈ ગયા હતા. ત્રણ વિરુદ્ધ હત્યાના ગુનો નોંધાયો છે. ગઈ કાલે સુરતમાં પણ સાઇડ આપવા જેવી નાની બાબતે આધેડની હત્યા કરી નાંખવામાં આવી હતી.




















