શોધખોળ કરો
ગોધરામાં સસ્તા અનાજની હેરાફેરીનો પર્દાફાશ, સરકારી અનાજની 414 બોરીઓ સાથે આઠ ઝડપાયા
ગોધરામાં સરકારી સસ્તા અનાજની હેરાફેરી કરવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. કોઠી સ્ટીલ પાસે એક ટ્રકમાંથી બીજા ટ્રકમાં જથ્થો મૂકી સગેવગે કરનાર આઠ ઈસમોને પોલીસે ઝડપી લીધા હતા. પોલીસે ઘઉંની 414 બોરીઓ, 3 વાહનો સાથે કુલ 31 લાખ 46 હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો. ઝડપાયેલ આરોપી પૈકી એક ખંગારસિંહ પરમાર રાજસ્થાનના બાડમેર તાલુકાના થુંભલી ગામનો હોવાનું સામે આવ્યું છે..જ્યારે અન્ય સાત આરોપીઓ ગોધરા તાલુકાના નાની કાટડી ગામના હોવાનું તપાસમાં બહાર આવ્યું છે..સરકારી અનાજનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને ક્યાંથી લઈ જવાનો હતો તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી હતી.
આગળ જુઓ





















