શોધખોળ કરો
મોરબીના એક ગામમાં બ્રિજેશ મેરજાને પાણી બાબતે ગ્રામજનોએ પૂછ્યા આકરા સવાલ, જુઓ વીડિયો
મોરબીમાં પ્રચાર કરતા બ્રિજેશ મેરજાને પાણી બાબતે ગ્રામજનોએ આકરા સવાલ પૂછ્યા હતા. પ્રજા સાથે દ્રોહ કરનારા પક્ષ પલટુ નેતાઓ પાસે મતદારો હિસાબ માંગી રહ્યા છે. મોરબીના એક ગામમાં ભાજપના ઉમેદવાર અને પૂર્વ ધારાસભ્ય બ્રિજેશ મેરજાને પાણી બાબતે ગ્રામજનોએ આકરા સવાલ પૂછ્યા હતા. કેનાલમાં પાણી મુદ્દે રજૂઆત કરવા છતા નિરાકરણ ન આવ્યું હોવાથી ગ્રામજનોએ બ્રિજેશ મેરજાને સવાલો કર્યા હતાં. ગ્રામજનોના પાણીના સવાલનો બ્રિજેશ મેરજાએ જવાબ આપ્યો હતો કે આ મુદ્દે ઉપર સુધી રજૂઆત કરવામાં આવી. બ્રિજેશ મેરજાના આ જવાબથી ગ્રામજનો ગિન્નાયા હતા. જોતજોતામાં સમગ્ર મામલો બોલાચાલી સુધી પહોંચી ગયો હતો. જોકે સ્થાનિક ભાજપના અગ્રણીઓ અને ભાજપ ઉમેદવાર બ્રિજેશ મેરજાએ ગ્રામજનોની સમજાવટ કરી હતી અને મામલો થાળે પાડ્યો હતો.. આ વીડિયો સોશલ મીડિયામાં વાયરલ થયો છે. વાયરલ વીડિયો મોરબીના રોટરીનગર ગામનો હોવાની ચર્ચા છે.
આગળ જુઓ





















