Narendra Modi oath ceremony | નવા મંત્રીઓ સાથેની PM મોદીની બેઠક પૂર્ણ , નવા મંત્રીઓને શું આપી સલાહ?
Narendra Modi Oath Ceremony: નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણ પહેલા એનડીએના સાથી પક્ષોના સાંસદોને મંત્રી બનાવવાના ફોન આવવા લાગ્યા છે. TDP, LJP (R) અને JDU જેવી પાર્ટીઓના સાંસદોના ફોન આવ્યા છે. ટીડીપીના સાંસદો ડૉ. ચંદ્રશેખર પેમ્માસાની અને કિંજરાપુ રામ મોહન નાયડુને મંત્રી બનવાનો ફોન આવ્યો છે. આ સિવાય જેડીયુના રાજ્યસભા સાંસદ રામનાથ ઠાકુરને પણ મંત્રી પદ માટે ફોન આવ્યો છે. આ તમામ નેતાઓને મોદી 3.0 કેબિનેટમાં સામેલ કરવામાં આવી શકે છે.
વાસ્તવમાં, નવી સરકારમાં મંત્રી પરિષદમાં એનડીએના વિવિધ ઘટકોનો સમાવેશ કરવા માટે ભાજપ અને સાથી પક્ષો વચ્ચે ચર્ચા થઈ છે. અમિત શાહ અને રાજનાથ સિંહ સિવાય બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડાએ TDP ચીફ ચંદ્રાબાબુ નાયડુ, JDU ચીફ નીતીશ કુમાર અને શિવસેનાના એકનાથ શિંદે જેવા નેતાઓ સાથે મંત્રી પરિષદમાં ભાગ લેવાની વાત કરી છે. આ પછી જ નામ ફાઇનલ થયા છે અને હવે કોલ આવવા લાગ્યા છે. આ લોકો આજે જ શપથ પણ લઈ શકે છે.