શોધખોળ કરો
લીંબડી બેઠક પર કોઈ પણ પ્રકારની બુથ કેપ્ચરિંગની ઘટના બની નથી: ડેપ્યુટી કલેક્ટર
ગુજરાતની આઠ વિધાનસભા બેઠકો પૈકી એક લીંબડીની બેઠક પર પણ પેટાચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે. ત્યારે લીંબડી બેઠક પર ભેંસજાળ ગામ મા બોગસ વોટિંગ થઈ રહ્યુ હોવાનો કૉંગ્રેસનાં ઉમેદવાર ચેતન ખાચરને આરોપ લગાવ્યો છે. કૉંગ્રેસ નાં એજન્ટોને મતદાન મથકમાંથી બહાર નીકાળ્યા હોવાનો આરોપ. ચેતન ખાચરે આરોપ લગાવ્યો છે કે, લીંબડીના 5 થી 6 ગામોમાં બોગસ વોટિંગ ભાજપ કરી રહ્યુ છે. આ મામલે લીંબડીના ડેપ્યુટી કલેક્ટરે કહ્યું કે, કોઈ પણ જગ્યાએ બુથ કેપ્ચરિંગ થયું નથી. તેમણે કહ્યું કે, બુથ કેપ્ચરિંગની કોઈ ઘટના મારી પાસે ઓફિસિયલી આવી નથી.
આગળ જુઓ





















