'યે દિલ હૈ મુશ્કેલ' વિવાદને લઇને ફડણવીસે બોલાવી બેઠક, રાજ ઠાકરે, કરણ જોહર પહોંચ્યા
મુંબઇઃ બોલિવૂડ ડિરેક્ટર કરણ જોહરની ફિલ્મ ‘યે દિલ હૈ મુશ્કિલ’ની રીલિઝને લઇને વિવાદ ચાલી રહ્યો છે. ત્યારે વિવાદને ઉકેલવા માટે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે મધ્યસ્થી બનવાનો નિર્ણય કર્યો છે. જેના સંદર્ભમાં ફડણવીસે પોતાના ઘરે કરણ જોહર, મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના વડા રાજ ઠાકરે વચ્ચે બેઠક બોલાવી છે. નોંધનીય છે કે યે દિલ હૈ મુશ્કિલમાં પાકિસ્તાની કલાકાર ફવાદ ખાનને કારણે રાજ ઠાકરેએ વિરોધ કરવાની જાહેરાત કરી હતી.
રાજ ઠાકરેએ નેતૃત્વની મનસેએ કહ્યુ હતું કે, તેઓ કરણ જોહરની ફિલ્મ વિરુદ્ધ પોતાનો વિરોધ નોંધાવશે. કારણ કે ફિલ્મમાં પાકિસ્તાની કલાકાર ફવાદ ખાન છે. તેઓ થિયેટર્સમાં ફિલ્મ બતાવવા પર તોડફોડ કરશે. નોંધનીય છે કે ઉરી હુમલા બાદ મનસે અને અન્ય પાર્ટીઓએ તમામ ફિલ્મોનો વિરોધ કરવાનો નિર્ણય કર્યો હતો કે જેમાં પાકિસ્તાની કલાકારો હોય.
ફિલ્મની રીલિઝને લઇને છેલ્લા કેટલાક દિવસોથી મુકેશ ભટ્ટે ગૃહમંત્રી રાજનાથ સિંહ સાથે મુલાકાત કરી હતી. રાજનાથ સિંહે ફિલ્મને સમર્થન આપવાની આશ્વાસન આપ્યુ છે. સાથે રાજ્યમાં કાનૂન વ્યવસ્થા બનાવવા મુખ્યમંત્રીઓ સાથે વાત કરશે.