(Source: ECI/ABP News/ABP Majha)
ગુજરાત ચૂંટણીઃ 27 નવેમ્બરના રોજ PM મોદી ક્યાંથી કરશે ચૂંટણી પ્રચારના શ્રીગણેશ, જાણો ક્યાં ક્યાં સંબોધશે સભા
અમદાવાદઃ વડાપ્રધાન મોદી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં લઇને બે દિવસનો ગુજરાત પ્રવાસ કરશે. પીએમ મોદી 27 નવેમ્બર અને 29 નવેમ્બરના રોજ ગુજરાતમાં રેલીઓ સંબોધશે. નરેંદ્ર મોદી ગુજરાતના બે દિવસના પ્રવાસમાં વિવિધ જનસભા કરશે.
બીજેપી નેતા ભુપેન્દ્ર યાદવે એક પત્રકાર પરિષદ સંબોધી હતી. તેમાં તેમણે જણાવ્યું કે, વડાપ્રધાન મોદી 27 નવેમ્બરના રોજ સવારે 11 વાગ્યે ભૂજથી ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કરશે. બાદમાં દોઢ વાગ્યે બીજી સભા જસદણમાં અને ત્રણ વાગ્યે ધારીમાં કરશે ત્રીજી સભા સંબોધશે. સવા પાંચ વાગ્યે સુરતના કામરેજમાં રેલી સંબોધશે.
બાદમાં 29 નવેમ્બરના રોજ વડાપ્રધાન મોદી મોરબી, સોમનાથ, ભાવનગર, નવસારીમાં ચૂંટણી સભા ગજવશે. 11 વાગ્યે રાજકોટના મોરબીમાં કરશે સભા, સોમનાથના પ્રાચીમાં દોઢ વાગ્યે અને સાડા ત્રણ વાગ્યે પાલીતાણામાં સભા સંબોધશે. બાદમાં સાંજે સાડા પાંચ વાગ્યે નવસારીમાં સભા સંબોધશે.