અંગ્રેજી સમજી ના શક્યો આ પાકિસ્તાની ખેલાડી, સાથી ખેલાડીને કહ્યું- તું જ જવાબ આપી દે
નવી દિલ્હીઃ ચેમ્પિયન ટ્રોફીમાં સાઉથ આફ્રિકા સામે પાકિસ્તાને હસન અલીની શાનદાર બોલિંગને કારણે વિજય હાંસલ કર્યો હતો. હસન અલીને તેના શાનદાર પ્રદર્શન બદલ પોતાની ટીમને વિજય અપાવ્યો હતો. તેને પ્લેયર ઓફ ધ મેચ એવોર્ડ આપવામાં આવ્યો હતો.
મેચ બાદ હસન સાથે એવી ઘટના બની ગઇ જેના ત્યાં હાજર તમામ લોકો હસી પડ્યા હતા. નોંધનીય છે કે જ્યારે એવોર્ડ લેતા સમયે કોમેન્ટેટર હસન અલીને અંગ્રેજીમાં સવાલ પૂછવાનું શરૂ કરતા અલી અંગ્રેજી બોલી શક્યો નહોતો.
જેથી હસને તેના સાથીને બોલાવ્યો હતો અને તેણે જવાબ આપવાનું શરૂ કર્યું હતું. આ દરમિયાન હસન અલીએ જણાવ્યું કે, ભારત વિરુદ્ધ યુવરાજસિંહનો કેચ છોડવો કેટલો ભારે પડ્યો હતો જેથી તે કેચ પર ધ્યાન આપી રહ્યા છે. અંતિમ સવાલ પર હસન અલીએ તેના સાથીને જ કહી દીધું હતુ કે તું જ જવાબ આપી દે.
















