(Source: ECI/ABP News/ABP Majha)
Hu to Bolish | હું તો બોલીશ | નાટક નહીં કરો કાર્યવાહી
ટૂ-વ્હીલર સફેદ પટ્ટાની બહાર હોય તો તુરંત ઉપાડી લો છો. પરંતુ શહેરમાં ફરતી મોટી-મોટી લક્ઝરી બસ તમને કેમ દેખાતી નથી. 'ટ્રાફિક પોલીસને આ વેધક સવાલ પૂછ્યા ગુજરાત હાઈકોર્ટે...હાઈકોર્ટે ટ્રાફિક પોલીસ... RTO... DGP ઓફિસ અને ગૃહ વિભાગની કામગીરી સામે સવાલ ઉઠાવી. જવાબદાર અધિકારીઓને આગામી મુદતે કોર્ટમાં હાજર રહેવા હુકમ કર્યો. હાઈકોર્ટે સવાલ કર્યા કે, શું પોલીસ માત્ર ખાનગી વાહનોને જ દંડવા માટે છે. ટ્રાન્સપોર્ટના વાહન પાસે 10-10 પોલીસકર્મી ઘેરીને ઉભા હોય છે.. તેનો મતલબ શું. હાઈકોર્ટે ટકોર કરી કે, ડ્રાઈવ કરવાના નામે આંખમાં ધૂળ ન નાખશો. હાઈકોર્ટનો આદેશ છે. એ માટે 15 દિવસ કામગીરી કરો. શું આ રીતે કાયદો-વ્યવસ્થા સાચવશો. શહેરમાં આંટા મારતી લક્ઝરી બસ તમને દેખાતી નથી. અને એક ટૂ-વ્હીલર સફેદ પટ્ટાની બહાર હોય તો ઉપાડી લો છો. સ્કૂલ રિક્ષામાં છોકરાઓ લટકીને જતા હોય છે. કેટલાક તો CNGની ટાંકી પર બેઠા હોય છે...ભલે 24 કલાક કામગીરી માટે સ્ટાફ ભરવો પડતો હોય તો ભરો... પરંતુ અમને કામગીરી કરીને આપો. હાઈકોર્ટે 3 અઠવાડિયામાં સોગંદનામું દાખલ કરી... તમામ માહિતી આપવા જવાબદાર વિભાગોને આદેશ કર્યો છે....વીમા વિનાના વાહનો. રિક્ષાઓ અને લક્ઝરી બસ સહિતના મુદ્દે ખુલાસો કરવા પણ આદેશ કર્યો છે..