(Source: ECI/ABP News/ABP Majha)
Hu to Bolish | હું તો બોલીશ | નેતાજી જમીન ઉપર આવો
સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી-અમદાવાદ નેશનલ હાઇવે પર પડ્યું મસમોટું ગાબડું. આ નેશનલ હાઈવે અમદાવાદથી રાજકોટ સુધીના વિસ્તારમાં પથરાયેલો છે. લીંબડી સર્કલ પાસે ગાબડુ પડતા એક તરફનો રસ્તો બંધ કરવો પડ્યો. અંદાજે આઠથી દસ ફૂટ લાંબા ગાબડામાંથી બ્રિજના સળિયા દેખાવા લાગ્યા. પ્રશાસને બેરિકેટ લગાવી બ્રિજનું સમારકામ શરૂ કર્યું છે. એક તરફનો રસ્તો બંધ થઈ જતા હાઈ વે પર ટ્રાફિક જામની સમસ્યા વધી છે.
સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના 10 ગામને જોડતો આ રોડ જુઓ. છેલ્લા 2 વર્ષથી આ રોડ બિસ્માર છે. વઢવાણ રેલ્વે ફાટકથી માળોદ, ખોલડીયાદ, ગુંદીયાળા, ફુલગ્રામ, ટુવા, વસ્તડી, સહીતના નેશનલ હાઇવેને જોડતા 10થી વધુ ગામોના લોકો અહીંથી પસાર થાય છે. પણ રસ્તા પર મોટા મોટા ખાડાના કારણે લોકોની કમર તૂટી રહી છે...અનેક વાહનો સ્લીપ થવાની પણ ઘટનાઓ બની ચૂકી છે. લોકોનું કહેવું છે રોડ નવો ન બનાવી આપો તો કંઈ નહીં પણ સમારકામ તો કરો.