(Source: ECI/ABP News/ABP Majha)
Hu to Bolish | હું તો બોલીશ | ચોમાસું આવ્યું હવે તો જાગો
15 જૂનથી ગુજરાતમાં વિધિવત ચોમાસુ બેસી ગયું છે. પરંતુ હજુ રાજકોટ મહાનગરપાલિકાની પ્રિમોન્સૂનની કામગીરી માત્ર કાગળ પર જ છે. રાજકોટ શહેરના અનેક વોકળાઓમાંથી મહાનગરપાલિકા હજુ કચરો દૂર કરી શકી નથી. પશ્ચિમ રાજકોટમાં જ્યારે વરસાદ પડે ત્યારે રસ્તાઓ પર પાણી ભરાઈ જાય છે...મવડી, નાના મવા, મોટા મોવા વિસ્તારમાં આવેલા વોકળાઓમાંથી કચરો દૂર કરવામાં આવ્યો નથી. વોકળામાં પાણીને જવાની જગ્યા ન હોવાના કારણે સોસાયટીઓમાં પણ પાણી ઘૂસી જાય છે.. વોકળામાં બિલ્ડરો મારફતે સીએનડી વેસ્ટ પણ નાખવામાં આવે છે.
ગાંધીનગર શહેરમાં પ્રિ-મોન્સૂન કામગીરી નથી થઈ....શહેરમાં આવેલા ઘટાદાર વૃક્ષોનું ટ્રીમિંગ નહીં કરાતા જો ભારે પવન ફૂંકાય તો દુર્ઘટના સર્જાઈ શકે તેવી સ્થિતિ છે....મુખ્યમાર્ગો પર વૃક્ષોની ડાળીઓ નમેલી સ્થિતિમાં છે....ગાંધીનગરના મુખ્યમાર્ગો પર હજારો વાહનચાલકો રોજ અવરજવર કરતા હોય છે.....ત્યારે ભારે વરસાદમાં ડાળીઓ તૂટવા અને વૃક્ષો ધરાશાયી થવાના કિસ્સામાં સામાન્ય નાગરિકો અકસ્માતનો ભોગ બની શકે છે..
સુરત શહેરમાં પણ વરસાદ પડવાનો શરૂ થઈ ગયો...પણ ખોદાયેલા ખાડા પૂરવામાં નથી આવ્યા....પુણા વિસ્તારમાં પાણીની લાઈન રિપેર કરી ખાડો એમને એમ મૂકી દેવાયો....જેને કારણે રોડ સાંકડો બન્યો છે...સુરતના 8 ઝોનમાં કામગીરી કરાઈ પણ ઠેર ઠેર ખાડાઓ પૂરવામાં નથી આવ્યા....