(Source: ECI/ABP News/ABP Majha)
Hu to Bolish | હું તો બોલીશ | ચાંદીપુરાથી બચાવો બાળકોને
ગુજરાતમાં ચાંદીપુરા વાયરસે મચાવ્યો છે તરખાટ. બનાસકાંઠા જિલ્લામાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ 4 કેસ નોંધાયા છે. જે પૈકી 2 બાળકોના થયા છે મોત. પાલનપુરના બાળકની અમદાવાદમાં સારવાર ચાલી રહી હતી.. તો ડીસાના બાળકની પાટણની ધારપુરની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. હજુ બે બાળકો અમદાવાદની હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. સુરતમાં ચાંદીપુરા વાયરસની દસ્તક. સચિન વિસ્તારમાં ચાંદીપુરા વાયરસનો શંકાસ્પદ કેસ નોંધાયો.11 વર્ષીય બાળકીની સિવિલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.. સ્લમ બોર્ડના આવાસમાં રહેતી બાળકીમાં શંકાસ્પદ લક્ષણો દેખાતા. પહેલા તો તેને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાઈ. પરંતુ વધુ સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઈ જવાઈ. હાલ બાળકીની સ્થિતિ ગંભીર છે, વધુ તપાસ માટે સેમ્પલ લેબોરેટરીમાં મોકલી અપાયા. સુરેન્દ્રનગર જીલ્લાના મુળી તાલુકાના સાડલા ગામે ચાંદીપુરા વાયરસનો શંકાસ્પદ કેસ નોંધાયો. બાળકને 2 દિવસથી તાવ આવતો હતો અને બાદમાં આંચકી આવતા રાજકોટ હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યું. મહીસાગર જિલ્લામાં ચાંદીપુરાને લઈ અને આરોગ્ય વિભાગે સર્વે હાથ ધર્યો છે....સંતરામપુર તાલુકામાંથી આરોગ્ય વિભાગની ટીમે 17 સેન્ડ ફ્લાય પકડી પાડી...મહીસાગર જિલ્લામાં ચાંદીપુરાના શંકાસ્પદ લક્ષણોવાળા બે કેસ સામે આવ્યા હતા. બંને બાળકીનું મૃત્યુ થઈ ચૂક્યું છે.