Hu to Bolish | હું તો બોલીશ | નોકરી માટે પડાપડી
ગુજરાતમાં કેટલી છે બેરોજગારી. તેનો પુરાવો છે આ દ્રશ્યો. ઈન્ટરવ્યૂ માટે હજારોની સંખ્યામાં યુવાનો ઉમટી પડતાં. હોટેલની રેલિંગ જ તૂટી ગઈ..આ દ્રશ્યો છે અંકલેશ્વરની લોડર્સ પ્લાઝા હોટેલના. ઝઘડિયાની થર્મેક્સ નામની કંપનીએ 42 પોસ્ટ પર ભરતી માટે ઈન્ટરવ્યૂ રાખ્યા હતા. જો કે, 42 પોસ્ટની ભરતી માટે 1800 જેટલા યુવાનો ઉમટી પડ્યા. જેને લઈ હોટેલ પર ધક્કમુક્કી થઈ. સ્થિતિ એવી સર્જાઈ કે, ધક્કામુક્કીમાં હોટેલની રેલિંગ જ તૂટી ગઈ અને કેટલાક યુવાનો નીચે પટકાયા. સદનસીબે કોઈ મોટી દુર્ઘટના ન સર્જાઈ. યુવાનોનો ધસારો જોઈ કંપનીએ તેમને બાયોડેટા મૂકીને જગ્યા ખાલી કરવા અપીલ કરી.
13 ફેબ્રુઆરી 2024એ ગુજરાત વિધાનસભામાં રજૂ થયેલા આંકડા મુજબ ગુજરાતમાં શિક્ષિત બેરોજગારોની સંખ્યા 2,38,978 છે. અર્ધશિક્ષિત બેરોજગારની સંખ્યા 10,575 છે. શ્રમ અને રોજગાર વિભાગે આપેલી માહિતી અનુસાર, દેશમાં અને રાજ્યમાં બેરોજગારીનો દર ઘટ્યો છે. કેન્દ્રનો બેરોજગારી દર 4.3 ટકાથી ઘટીને 3.7 ટકા થયો જ્યારે ગુજરાતમાં બેરોજગારી દર 2.2 ટકાથી ઘટીને 1.7 થયો.