Hu to Bolish | હું તો બોલીશ | નવરાત્રિમાં કોણ ચૂક્યું મર્યાદા?
સ્વામિનારાયણ સંપ્રદાયના વધુ એક સ્વામીએ વિવાદાસ્પદ નિવેદન આપ્યું. અનુપમ સ્વરૂપ સ્વામીએ નવરાત્રીને લવરાત્રી ગણાવી. અનુપમ સ્વરૂપ સ્વામીએ ટિપ્પણી કરી કે, નવ દિવસ માતાની પૂજાના નહીં, પણ વાસનાના પૂજારીઓની પૂજાના દિવસો બની ગયા છે. નવરાત્રિએ દીકરીઓને બગાડવાનું જાહેર આમંત્રણ છે અને એ પણ લીગલ નોટિસ સાથેનું. ભૂખ્યા ભેડિયાઓ વચ્ચે સસલાને રમવા મૂકી દીધું હોય તેમ દીકરીઓને રમતી મુકી દેવાય છે. મહિલાઓને નવરાત્રિમાં રાવણની નજરે જોવાય છે. બાપ દીકરીને ભલામણના બે શબ્દો કહી નથી શકતો. અનુપમ સ્વરૂપ સ્વામીના વાણીવિલાસથી સનાતન ધર્મના સંતો રોષે ભરાયા. અને અનુપમ સ્વરૂપ સ્વામી વિરુદ્ધ કડક કાર્યવાહીની માગ કરી.
નવરાત્રીને લઈને જૈન મુનિ વિજય મહાબોધિસુરિશ્વરજી મહારાજે પણ કર્યો બફાટ. આ જૈન મૂનિનો એક જૂનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં તેઓ દાવો કરી રહ્યા છે કે, નવરાત્રી પછીના 3 મહિના ગર્ભપાત માટે લાઈન લાગે છે. જૈન મુનિએ ટકોર કરી કે, દીકરીઓ પર ઉદારતા નહીં દાખવી નવરાત્રી રમાડવાનું બંધ કરો.