Hu to Bolish | હું તો બોલીશ | કેમ થાય છે સર્વર ઠપ્પ?
દાહોદ હોય...પાટણ હોય કે અમરેલી...મામલતદાર કચેરીના ઈધરા કેન્દ્ર પર સર્વર ડાઉન હોવાના લીધે ખેડૂતો ખાઈ રહ્યા છે ધરમના ધક્કા...ચોમાસુ શરૂ થતા પાક ધિરાણ માટે ખેડૂતોને 7/12 અને 8/અના ઉતારાની જરૂર છે...જેથી ખેડૂતો મામલતદાર કચેરીએ ઉતારાની નકલ ઓનલાઈન લેવા માટે આવી રહ્યા છે....પરંતુ સર્વર કનેક્ટિવિટી ખુબ ધીમી હોવાના કારણે ખેડૂતોને કામકાજ છોડી સવારથી સાંજ સુધી લાઈનોમાં ઉભા રહેવાનો વારો આવ્યો છે....સર્વર ડાઉન હોવાના કારણે એક એક કોપી એક એક કલાક બાદ નીકળે છે....જેથી સમયસર ખેડૂતોને જરૂરી ડોક્યુમેન્ટ ન મળતા તમામ પ્રકારની બેન્કિંગ સેવાઓમાં મુશ્કેલી વેઠી રહ્યા છે....એકબાજુ ડિજિટલ ઈન્ડિયાની વાતો થાય છે તો બીજી બાજૂ ડિજિટલ સેવા માટે ઉપયોગમાં લેવાતુ સર્વર ગમે ત્યારે બંધ થવાના કારણે ખેડૂતો હેરાન થઈ રહ્યા છે.....























