Hun To Bolish : હું તો બોલીશ : આ બેફામો પર બ્રેક મારો
અમદાવાદમાં ફરી એકવાર બેફામ દોડતા ડમ્પર ચાલકે સર્જ્યો અકસ્માત. ઘોડાસર વિસ્તારમાં લગ્ન પ્રસંગમાં જતા જાનૈયાઓના વાહનને ડમ્પર ચાલકે મારી ટક્કર. જો કે સદનસીબે ડમ્પર ચાલકે સર્જેલા આ અકસ્માતમાં વરરાજા કે કોઈ જાનૈયાઓને ઈજા નહોતી થઈ. ઘોડાસરથી સેટેલાઈટ જાન જઈ રહી હતી. ત્યારે જ માટી ભરેલા ડમ્પર ચાલકે જાનૈયાઓના કેટલાક વાહનને ટક્કર મારી હતી. જેમાં કેટલીક મોંઘીદાટ કારને નુકસાન થયું.. હાલ તો ટ્રાફિક પોલીસે ડમ્પર ચાલકની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી. જેમાં મોટો ખુલાસો થયો કે, ડમ્પરચાલક સંજય ઠાકોર દારૂ પીધેલી હાલતમાં હતો. પોલીસે ડમ્પર ચાલક વિરુદ્ધ ડ્રિંક એન્ડ ડ્રાઈવ અને જાહેરનામાનો ભંગ સહિતની કલમ હેઠળ ગૂનો નોંધ્યો છે.
કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ અમદાવાદ ગ્રામ્ય અને શહેરમાં હિટ એન્ડ રનની ઘટનાને લઈને ગૃહમાં પ્રશ્ન પૂછ્યો. તેમના સવાલ પર સરકારે જવાબ આપ્યો કે, છેલ્લા બે વર્ષમાં અમદાવાદ શહેરમાં 344 હીટ એન્ડ રનના બનાવ બન્યા. વર્ષ 2023માં 183. વર્ષ 2024માં 161 હીટ એન્ડ રનની ઘટના બની. જેમાં કુલ 119 લોકોના મૃત્યુ થયા. વર્ષ 2023માં 69 અને વર્ષ 2024માં 50 લોકોના મૃત્યુ થયા. જ્યારે 2 વર્ષમાં કુલ 344 ઘટનામાં 88 આરોપીની ધરપકડ કરવામાં આવી..જ્યારે 256 આરોપી પકડાયા નથી. અમદાવાદ ગ્રામ્યની વાત કરવામાં આવે તો છેલ્લા 2 વર્ષમાં કુલ હિટ એન્ડ રનની 395 ઘટના બની. જેમાં કુલ 228 લોકો મૃત્યુ પામ્યા. જ્યારે 2 વર્ષમાં બનેલી કુલ 395 ઘટનામાં 243 આરોપીની ધરપકડ કરવામાં આવી. જ્યારે 152 આરોપી પોલીસ પકડથી દૂર છે....





















