Hun To Bolish : હું તો બોલીશ : આ સરપંચને સલામ
આ આક્રોશિત મહિલા છે સુરત જિલ્લાના પલસાણા તાલુકાના કારેલી ગામના સરપંચ કશીશ સોફિયા. સરપંચ મેડમનો આ આક્રોશનું કારણ છે આ ગામમાં ચારેકોર સરકારી જમીન પર દબાણ કરી બનેલા તબેલા અને દુનિયાભરના ગેરકાયદે દબાણો. છેલ્લા પાંચ- દસ વર્ષમાં પંચાયતની જગ્યા પર કેટલાક લોકોએ અડ્ડો જમાવ્યો. એટલું જ નહીં સરકારી જમીનો તો ઠીક RCC રોડ પર ઉકરડા બનાવ્યા અને રીતસરના તબેલા બનાવ્યા. આપ આ દ્રશ્યો જુઓ છે ને પંચાયતનો RCCનો રોડ.. જેના પર દેખાય છે ઉકરડો.
હવે RCCનો આ બીજો રોડ જોઈ લો. તેમના પર બનેલો આ તબેલો જોઈ લો. પંચાયતના રોડની જેમ જ અસામાજિક તત્વોએ તો ગામની ગટરો પર પણ ઉકરડા અને તબેલા બનાવી નાંખ્યા.. એક તો ગામની બહારથી આવી કેટલાક અસામાજિક તત્વોએ દબાણ કર્યું, અડ્ડા જમાવ્યા. આ બધુ તો ગ્રામજનો અને તેમના મહિલા સરપંચ કશીશબેને સહન કર્યું. પણ હદ ત્યારે થઈ આ જ ગ્રામ પંચાયતના સભ્ય એવા હસમુખભાઈ ઢોડિયાની આજ દબાણ કરનારા અસામાજિક તત્વોએ હત્યા કરી. CCTVના આ દ્રશ્યો જુઓ જેમાં હસમુખભાઈની આ અસામાજિક તત્વો કરી રહ્યા છે બેરહેમીથી પીટાઈ. હસમુખભાઈનો વાંક એટલો જ હતો કે પંચાયતના સભ્ય હોવાના નાતે તેમને ગેરકાયદે તબેલો બનાવનારના પુત્રના બેફામ ટ્રેકટર ડ્રાઈવિંગને રોકવાનો પ્રયાસ કર્યો.. બસ ભાડુતી ગુંડા લાવી હસમુખભાઈનું ઢીમ ઢાળી દીધું. અને આજ કારણ છે જ્યારે પાણી માથાથી ઉપર ગયું અને સરપંચ મેડમ ખુદ મેદાને આવ્યા. આ મહિલા સરપંચ એ તમામ કહેવાતા પંચાયતથી લઈ પાર્લામેન્ટ સુધીના નેતાઓ માટે તમાચા સમાન છે.. જે ગામડાને માત્રને માત્ર વોટબેંક સમજે છે અને તેમના જ આંખ મિચામણામાં ગોકુળિયા ગામ બને છે અસામાજિક તત્વોનો અડ્ડો.





















