Hun To Bolish | હું તો બોલીશ | આદમખોરનો આતંક
Hun To Bolish | હું તો બોલીશ | આદમખોરનો આતંક
રાજ્યમાં દીપડાની વસ્તી સતત વધી રહી છે....વર્ષ 2016માં દીપડાની સંખ્યા 1 હજાર 395 હતી....જે 2023 સુધીમાં 2 હજાર 274 સુધી પહોંચી છે....એટલે કે 63 ટકાનો દીપડાની વસ્તીમાં વધારો થયો છે....જંગલ વિસ્તારમાં દીપડાની વસ્તી 50% છે....માનવ વસવાટ નજીક વસ્તી 40% છે....જંગલ અને માનવ વસવાટ વચ્ચે 10% દીપડાની અવરજવર છે....રાજ્યમાં દીપડો દર વર્ષે સરેરાશ 15 લોકોનો ભોગ લે છે....રૂપાણી સરકારે દીપડાની ખસી કરવાનો નિર્ણય કર્યો હતો પણ પ્રોજેકટ અભેરાઇ પર છે....રાજ્યમા એક માત્ર સિંહ એવુ પ્રાણી છે જે દીપડાને મારી નાખે છે અને વસતી અંકુશમા રાખે છે....દીપડાનું મહત્તમ આયુષ્ય 20 વર્ષ છે....દીપડી 2 થી લઇ 4 બચ્ચાંને જન્મ આપી શકે છે.....દીપડાએ ગુજરાતનો 80 ટકા વિસ્તાર સર કરી લીધો છે...સૌથી વધુ દીપડા સૌરાષ્ટ્રમાં છે....સૌથી વધુ જૂનાગઢમાં 578 દીપડા છે....ભરૂચમાં દીપડાની સંખ્યામાં 2000 ટકાનો વધારો થયો...2016માં 5 દીપડા હતા હવે 105 થયા....રાષ્ટ્રીય સ્તરે ગુજરાત દીપડાની સંખ્યામાં બીજા ક્રમે છે...પહેલા ક્રમે મધ્યપ્રદેશ છે....જ્યાં 3 હજાર 907 દીપડા છે.....2 જાન્યુઆરીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વન વિભાગ સાથે બેઠક કરી હતી....અને દીપડાના માનવો પર હુમલાની ઘટનાઓને ધ્યાનમાં રાખીને વધુ ટ્રાંક્વીલાઈઝર ગન અને પાંજરા ખરીદવાનો નિર્ણય લીધો હતો...