Hun To Bolish : હું તો બોલીશ : ભૂલકણી યુનિવર્સિટી!
સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની ગંભીર બેદરકારી છતી થઈ. પરીક્ષા વિભાગ પ્રેકટીકલ લેવાનું જ ભૂલી ગયો. વાપીની રોફેલ કોલેજમાં અભ્યાસ કરતા બે વિદ્યાર્થિઓને BCAના પ્રથમ સેમેસ્ટરમાં એટીકેટી આવી. એપ્રિલ 2024માં એટીકેટીની પરીક્ષા પાસ કરી. યુનિવર્સિટીએ પાસ હોવાની માર્કશીટ આપી. થોડા સમય બાદ જ્યારે આ બંને વિદ્યાર્થીઓએ પાંચમાં અને છઠ્ઠા સેમેસ્ટર માટે હોલ ટિકિટ ડાઉનલોડ કરવા ગયા, ત્યારે તેમાં નાપાસ હોવાનું દર્શાવાયું, જેને કારણે સમગ્ર મામલો બહાર આવ્યો. કોલેજ અને યુનિવર્સિટીમાં પૂછપરછ કરી તો માહિતી મળી કે એક વિષયની પ્રેક્ટિકલ પરીક્ષા લેવાઇ જ ન હતી. આખરે એક વર્ષ બાદ પરીક્ષા આપવાનો આદેશ આપ્યો છે. યુનિવર્સિટીના રજિસ્ટ્રાર મુજબ વિદ્યાર્થીઓએ જૂની પેટર્ન પ્રમાણે પરીક્ષા આપવી હતી, પરંતુ તેમની પરીક્ષા નવી પેટર્ન મુજબ લેવામાં આવી. પરિણામે ટેક્નિકલ ભૂલના કારણે માર્કશીટ આપવામાં આવી. રિઝલ્ટ રદ્દ કરવામાં આવ્યું છે અને વિદ્યાર્થીઓની પ્રેક્ટિકલ ફરીથી લેવામાં આવશે. ત્યારે કોની બેદરકારીથી પ્રેકિટલ પરીક્ષા ન લેવાઈ... કોલેજની કે પછી યુનિવર્સિટીની.





















