Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરોના બાપ કોણ?
સુરતમાં અઠવાલાઈન પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ પર બુટલેગરે કાર ચઢાવીને ઈજા પહોંચાડી. વાહન ચેકિંગ સમયે બુટલેગર ચિતરાજે કાર ભગાવી અને પોલીસ કર્મીને અડફેટે લીધા. પોલીસ તપાસમાં સામે આવ્યું કે, ચિતરાજને શંકા હતી કે, હેડ કોન્સ્ટેબલ કારાભાઈ તેની બુટલેગિંગની પ્રવૃતિઓને પકડાવવા માટે કારમાં જીપીએસ ગોઠવી રહ્યા હતા. આ શંકાને કારણે ચિતરાજે પોલીસ પર હુમલો કરવાની યોજના બનાવી. ઘટનાના દિવસે બુટલેગર ચિતરાજે જ્યાં હેડ કોન્સ્ટેબલ કારાભાઈ ચેકિંગ કરી રહ્યા હતા ત્યાંથી બે વખત રાઉન્ડ માર્યા. બાદમાં ત્રીજી વખત કારને પૂરઝડપે હંકારી હેડ કોન્સ્ટેબલને ઈજા પહોંચાડીને નાસવાનો પ્રયાસ કર્યો...આરોપી બુટલેગર ચિતરાજ રાંદેરીને ઝડપી લેવામાં આવ્યો છે. જ્યારે તેને પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યો તો અઠવા પોલીસ સ્ટેશનના PSO સકારામભાઈ સાથે પણ જીભાજોડી કરી ઝાપટ મારી દીધી. હાલ તેના વિરુદ્ધ ઈરાદાપૂર્વક ઘાતક હુમલાની કલમ હેઠળ ગુનો નોંધાયો છે.





















