શોધખોળ કરો

Hun To Bolish | હું તો બોલીશ | પ્રલય

જામનગરમાં જળપ્રલય. જામનગર શહેર સહિત જિલ્લાના તમામ તાલુકા થયા જળબંબાકાર. જામનગર શહેરના માર્ગો વરસાદી પાણીમાં ડૂબ્યા. જામનગરના મુખ્ય માર્ગો પરથી જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા. સતત ત્રીજા દિવસે જામનગરમાં વરસ્યો મૂશળધાર વરસાદ. છેલ્લા 24 કલાકમાં જામનગર શહેરમાં 9 ઈંચ વરસાદ વરસી ચૂક્યો છે. તો કાલાવડમાં 13 ઈંચથી વધુ વરસાદ ખાબકી ચૂક્યો છે.. લાલપુર અને જામજોધપુર પણ થયા છે પાણી-પાણી. જામનગરના પંચેશ્વર ટાવરથી બેડી ગેટ તરફનો માર્ગ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે.ખંભાળીયા નાકા... નાગરપરા. કિસાન ચોક સહિતના વિસ્તારની પણ આવી જ સ્થિતિ છે. શહેરના નીચાણવાળા વિસ્તારમાં તો ગળાડૂબ પાણી ભરાયા... જેને લઈ NDRFની ટીમને બોલાવવી પડી.. ફાયર બ્રિગેડ અને NDRFની ટીમે બોટથી મદદથી 70થી વધુ લોકોને રેસ્ક્યૂ કરી... સલામત સ્થળે ખસેડ્યા. જામનગર શહેરના સરદાર પાર્ક વિસ્તાર.. અહીં પણ અનેક લોકો ફસાયા હતા...ફાયર બ્રિગેડના જવાનોએ બોટની મદદથી લોકોને રેસ્ક્યૂ કર્યા.. સ્થાનિક કોર્પોરેટર પાર્થ કોટડિયા લોકોની મદદે આવ્યા. શહેરના પૂનિતનગર વિસ્તારમાં લોકોના ઘરોમાં પાણી ઘૂસ્યા..સ્થાનિક કોર્પોરેટર જયેન્દ્રસિંહ ઝાલા લોકોની મદદે પહોંચ્યા... સ્થાનિકોના મતે, દર વર્ષે અહીં ચોમાસામાં પાણી ભરાય છે. જામનગરની રંગમતી નાગમતી નદીના પટ. અહીં જળબંબાકારની સ્થિતિ સર્જાતા લોકમેળો રદ કરાયો...
અહીં બસો પણ અડધી ડૂબી ગઈ... જામનગર જિલ્લા પંચાયતમાં પણ વરસાદી પાણી ભરાયા... ગ્રાઉન્ડ ફ્લોર પર પાણી ભરાતા કર્મચારીઓ અને અરજદારોને હાલાકી પડી. જામનગર શહેરને પાણી પૂરું પાડતો રણજીતસાગર ડેમ 5 ફૂટ ઉપરથી ઓવરફ્લો થઈ રહ્યો છે...જામનગરના કાલાવડ શહેરની ફલકુડી નદી બે કાંઠે વહેતી થઈ...લાલપુર શહેરમાં મૂશળધાર વરસાદને લઈ ઠેકઠેકાણે પાણી ભરાયા છે...ઉમાધામ સોસાયટી. ચાર થાંભલા વિસ્તાર.. ગાયત્રી સોસાયટી. સહિતના વિસ્તાર જળબંબાકાર થયા છે...લાલપુરની ઢાઢર નદીમાં પૂર આવ્યું છે... નદી કાંઠે આવેલા ખોડિયાર માતાજીના મંદિરની ફરતે પાણી ફરી વળ્યા છે. જામનગરથી દ્વારકા જવાના રોડ પર બેડ ગામ પાસે નદીમાં પૂર આવ્યું છે... નદીના પાણી રોડ પર ફરી વળ્યા છે..

Hun Toh Bolish વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પેપરલીકમાં વાડે ગળ્યા ચીભડા

આગળ જુઓ
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી

આવતીકાલનું હવામાનઃ કાલે 15 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સાવચેત રહેવા IMD નું એલર્ટ

હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ

WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી

વિડિઓઝ

Sagbara Forest Land Dispute: નર્મદા જિલ્લામાં જંગલ જમીન ખેડાણનો વિવાદ બન્યો ઉગ્ર
Rajkot BJP: રાજકોટ શહેર ભાજપને લાગ્યો મોટો ઝટકો
Gandhinagar Fake Ghee Racket : રાજ્યમાં શુદ્ધ ઘીના નામે ભેળસેળના વધુ એક ગોરખધંધાનો થયો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : પેપરલીકમાં વાડે ગળ્યા ચીભડા
Hun To Bolish : હું તો બોલીશ : યુનિવર્સિટી કે દલા તરવાડીની વાડી ?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
આવતીકાલનું હવામાનઃ કાલે 15 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સાવચેત રહેવા IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ કાલે 15 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સાવચેત રહેવા IMD નું એલર્ટ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી
WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો

અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન

ગુજરાત અને દીવમાં અકસ્માત અને ડૂબી જવાની 4 અલગ-અલગ ઘટનાઓમાં 9 લોકોના કરુણ મોત

IND vs SL: સાઈ સુદર્શન ઈજાને કારણે બહાર, આ 3 ખેલાડીઓમાંથી કોને મળશે તક?

Embed widget