Hun To Bolish | હું તો બોલીશ | દેવદૂત
ગુજરાતમાં ભારે વરસાદની પરિસ્થિતી વચ્ચે નાગરિકોની સલામતી માટે રાજ્યનું વહીવટી પ્રશાસન સતત ત્રણ દિવસથી ખડેપગે છે. આકાશી આફતના સમયે રાહત-બચાવ ટીમોએ રાજ્યના અનેક નાગરિકોને મુસીબતમાંથી ઉગારીને સલામત સ્થળે ખસેડ્યા. મુખ્યમંત્રી પણ સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર પરથી રાજ્યની પરિસ્થિતિનો સતત તાગ મેળવી સહાય અને માર્ગદર્શન પુરુ પાડી રહ્યા છે. વડોદરામાં જિલ્લામાં રેસ્ક્યુ કામગીરી માટે આર્મીની વધુ 3 કોલમ, NDRFની એક ટીમ તેમજ SDRFની એક ટીમ ફાળવવામાં આવી છે. વડોદરામાં અગાઉ આર્મીની 4 કોલમ, NDRFની 4 ટીમ તેમજ SDRFની 5 ટીમ રેસ્ક્યુ કામગીરીમાં જોડાયેલી હતી વડોદરા શહેરમાં અત્યાર સુધીમાં 6 હજારથી પણ વધુ લોકોને આશરો આપવામાં આવ્યો. 1200થી વધુ લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા. 1 લાખથી વધુ ફુડ પેકેટ તૈયાર કરવામાં આવ્યા. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આજે 16 લોકોનું રેસક્યુ કરવામાં આવ્યું જ્યારે, 548 જેટલા નાગરિકોને આશ્રયસ્થાનમાં ખસેડવામાં આવ્યા 2065 જેટલા ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું. જામનગર જિલ્લામાં આર્મીની 2 ટીમ રેસ્ક્યુ કામગીરીમાં જોડાયલી છે. રાજકોટથી આર્મીની વધુ એક ટીમ અને NDRFની એક ટીમની મદદ લેવામાં આવી છે.




















