Hun To Bolish | હું તો બોલીશ | ડુબાડ્યા બાદ દેખાયું દબાણ?
Hun To Bolish | હું તો બોલીશ | ડુબાડ્યા બાદ દેખાયું દબાણ?
વડોદરામાં પૂર લાવનારા વિશ્વામિત્રી નદી પરના દબાણો પર ફરી રહ્યું છે બુલડોઝર...આજે સવારે અગોરા મોલના ગેરકાયદે 3 હજાર સ્કવેર ફૂટ જગ્યામાં બનેલા 3 માળના ક્લબ હાઉસને તોડવાની કામગીરી શરૂ કરાઈ....આ દબાણ દૂર થવાથી વિશ્વામિત્રી નદી કિનારાની 3 હજાર સ્ક્વેર ફૂટ જેટલી જગ્યા ખુલ્લી થશે....વડોદરા કોર્પોરેશનની દબાણ શાખાએ 6 JCB, અધિકારીઓ, પોલીસ બંદોબસ્ત સાથે આ કામગીરી કરી....કોર્પોરેશને વેમાલીથી વડસર સુધીની 23 કિલોમીટરના કિનારાની ઉપર ડ્રોન તેમજ ફિઝિકલી સરવે હાથ ધર્યો હતો....સરવે દરમિયાન 25 જેટલાં દબાણો સામે આવ્યાં હતાં જે પૈકી 13 દબાણકારોને પાલિકાએ 72 કલાક પૂર્વે નોટિસ આપી હતી...ત્રણ દિવસનું અલ્ટીમેટમ પૂર્ણ થતા મહાનગરપાલિકાની ટીમ બુલડોઝર લઈને દબાણ હટાવવા પહોંચી..અગોરાના ભવ્ય ક્લબ હાઉસમાં ઓફિસો હતી....જેમાં કાચના દરવાજા અને ભવ્ય ઇન્ટિરિયર ડેકોરેશન હતું...કાર્યવાહીની જાણ હોવાથી મોલના માણસોએ શક્ય તેટલું ફર્નિચર સહિત અન્ય સામાન કાઢી લીધો...ક્લબ હાઉસનું તો માત્ર નામ હતું....બાકી તેમાં ઓફિસો બનાવી વેચાણ અને ભાડેથી આપવામાં આવી હતી....અગોરા મોલનું ક્લબ હાઉસ સહિત અન્ય દબાણો દૂર કરવાનો થતો ખર્ચ અગોરા મોલ માલિકો પાસેથી વસૂલ કરવા વિપક્ષ નેતા અમીબેન રાવતે પાલિકા સમક્ષ માગ કરી છે...તો બીજી તરફ સ્થળ પર પહોંચેલા પર્યાવરણ પ્રેમીઓએ માગ કરી કે, માત્ર અગોરા મોલનું કલબ હાઉસ જ નહીં...આખે આખો અગોરા મોલ જ ગેરકાયદે છે...અગોરા મોલનું બે માળનું કલબ હાઉસ તોડતા બેથી ત્રણ દિવસનો સમય લાગશે..વિશ્વામિત્રી ઉપરાંત ભૂખી કાંસ પરના દબાણો પણ હટાવાશે..
----------------